ખબર

કોર્ટનો નિર્ણય: સ્કૂલ ન ખુલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં માગી શકે- જાણો વિગતવાર

દેશભરમા કોરોના વાયરસના ખતરા અને લોકડાઉનના કારણે શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ શાળાઓના શટર શરૂ થવાની સાથે જ બાળક સ્કૂલે ના જતું હોવા છતાં પણ શાળાઓ દ્વારા ફી મંગાવામાં આવી રહી હતી, જેને લઈને વાલીઓ ઘણા જ મુશ્કેલીમાં મુકાયા હતા, એક તરફ કામ ધંધા બંધ હોવાના કારણે માનસિક તાણ અનુભવતા વાલીઓના માથે સ્કૂલ ફી ભરવાં માટે પણ શાળાઓ દ્વારા કહેવામાં આવતું હતું, પરંતુ આ બાબતે ગુજરાત હાઇકોર્ટે વાલીઓને મોટી રાહત આપી છે.

Image Source

સ્કૂલ ચાલુના હોવા છતાં અને બાળકો પણ સ્કૂલે ના જતા, ઓનલાઇન ક્લાસ ચલાવીને શાળાઓ દ્વારા બેફામ ફીની માંગણી કરવામાં આવી રહી હતી, આ બાબતે વાલીઓએ હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી, તે બાદ હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

હાઇકોર્ટ દ્વારા અરજીની સુણાવતી કરતા નિર્ણય લેવામાં લઈને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્કૂલો ખુલે નહિ અને બાળક સ્કૂલે ના જાય ત્યાં સુધી કોઈપણ શાળા ફી માંગી શકશે નહીં. અને કોઈપણ શાળા ફી માટે વાલીઓ ઉપર દબાણ પણ કરી શકશે નહીં, જો કોઈ શાળા ફી મુદ્દે દબાણ કરશે તો DEO પગલાં ભારે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

Image Source

સરકાર દ્વારા આ મહત્વનો ઠરાવ કરતા વાલીઓમાં શાંતિ જોવા મળી છે, તો શાળા સંચાલકોને મોટો ફટકો પડ્યો છે. આ બાબતે હાઇકોર્ટ દ્વારા વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી, શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ ફી નહી વસૂલવી અને ટ્યૂશન ફી નહીં વસૂલી શકે શાળાઓ એવા ત્રણ મહત્વના નિર્ણયો આપવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.