ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

વાંચો એ વ્યક્તિ વિશે, જેઓ દિવાળીના તહેવાર નિમિતે પોતાના કર્મચારીઓને ગાડીઓ, ફ્લેટ્સ બોનસમાં આપે છે!!!

છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીના તહેવાર નિમિતે પોતાના કર્મચારીઓને ખાસ ભેટ આપીને ચર્ચાઓમાં આવનાર હીરા કારોબારી અને હરે કૃષ્ણા એક્સ્પોર્ટ્સના ચેરમેન સવજીભાઈ ધોળકિયા સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા થોડી અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ છે.

Image Source

તો ચાલો જાણીએ કે કોણ છે સવજીભાઈ ધોળકિયા

સવજીભાઈ ધોળકિયા ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામના રહેવાસી છે. તેઓએ 13 વર્ષની ઉંમરમાં જ શાળાનું શિક્ષણ છોડી દીધું હતું અને સુરતમાં પોતાના કાકાના હીરાના વેપારમાં મદદ કરવા લાગ્યા હતા. પછી તેઓએ પોતાના કાકા પાસેથી 1 લાખ રૂપિયા કર્જ લઈને હીરાનો વેપાર શરુ કર્યો હતો અને પોતાની મહેનતના બળે તેને અહીં આ મુકામ સુધી પહોંચાડ્યો છે.

આ બાબતે તેઓ કહે છે, ‘મને શરૂઆતથી જ હીરાનો વેપાર આકર્ષિત કરતો હતો. શરૂઆતમાં હું 179 રૂપિયા પ્રતિ મહિનાની નોકરી કરતો હતો. આ નોકરી દરમ્યાન જ મેં ડાયમંડ કટિંગ અને પોલિશનું કામ શીખ્યો. પછી ધીરે ધીરે મેં પોતાનો ધંધો શરુ કરવાનું વિચાર્યું. એ શરુ કરવા માટે મેં 1 લાખ રૂપિયાનું કર્જ લીધું હતું. મારો પરિવાર સુરત આવી ગયો અને મેં પોતાની કંપનીની શરૂઆત કરી. મને મારા કામની જાણકારી હતી. સાચા મન અને ઈમાનદારીથી કામ કરવાનું શરુ કર્યું તો લોકોને મારુ કામ પસંદ આવવા લાગ્યું.’

Image Source

સાચી મહેનત અને લગનનું પરિણામ આજે બધાની જ સામે છે. આજે સુરત અને મુંબઈમાં હરે કૃષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 8000 કર્મચારીઓ કામ કરે છે. ડાયમંડ પોલિશિંગમાં 10 વર્ષની કઠોર મહેનત બાદ સવજીભાઈ ધોળકિયાએ વર્ષ 1991માં હરે કૃષ્ણા એક્સ્પોર્ટ્સની સ્થાપના કરી. એ વખતે કંપનીનુ સેલ માત્ર નામનું જ હતું. માર્ચ 2014 સુધી આવતા આવતા કંપનીનું ટર્ન ઓવર 4 અબજ રૂપિયાથી ઉપર પહોંચું ગયું. કંપનીનું ટર્ન ઓવર 2013ની સરખામણીમાં 104 ટકા વધી ગયું.

Image Source

આજે તેઓ 9000 કરોડ રૂપિયાની ડાયમંડ જવેલરી 50થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરે છે. આ કામ તેમની બે કંપનીઓ એચ કે ડિઝાઇન્સ અને યુનિટી જવેલ્સ કરે છે. અમેરિકા, બેલ્જીયમ, યુએઈ, હોંગકોંગ, જેવા સ્થળોએ તેમની સહાયક કંપનીઓ છે. એચ કે જવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દેશભરમાં વેપાર ચાલે છે. તેમનું કિસના ડાયમંડ જવેલરી બ્રાન્ડ 6500 રિટેલ આઉટલેટ્સ દ્વારા આખા દેશમાં ઉપલબ્ધ છે.

Image Source

સવજીભાઈ ધોળકિયા વર્ષ 2011થી દર વર્ષે કર્મચારીઓને આ રીતે દિવાળી બોનસ આપે છે. 2015માં તેમની કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે 491 કાર અને 200 ફલેટ્સ આપ્યા હતા. 2014માં પણ કંપનીએ કર્મચારીઓને ઈન્સેન્ટિવ તરીકે 50 કરોડ રૂપિયા વહેંચ્યા હતા.

આ વિશે વાત કરતા તેઓ કહે છે, ‘કાર કે ઘર આપીને હું કોઈ પર ઉપકાર નથી કરતો. જયારે વર્ષ 2014માં અમે 500 કાર આપવાની યોજના બનાવી હતી ત્યારે આ પાછળનું કારણ એક ટાર્ગેટ હતો. અમે ચારે ભાઈઓ અને પિતાએ મળીને વિચાર્યું કે જો અમારી કંપની આ ટાર્ગેટ પૂરો કરી લે છે તો અમે કર્મચારીઓને કાર આપીશું. કંપનીએ એ ટાર્ગેટ પૂરો કર્યો અને આશા કરતા વધુ કમાણી પણ થઇ. પછી અમે જે વિચાર્યું હતું એ પૂરું કરવાનો નિશ્ચય કર્યો. જો કે કેટલાક લોકોએ એવું ન કરવાની સલાહ આપી, પણ અમે પાછા ન હટ્યા.’

Image Source

સવજીભાઈ ધોળકિયા ઈન્ડસ્ટ્રી અને તેમના કર્મચારીઓ વચ્ચે ‘કાકા’ ના નામથી ઓળખાય છે. તેઓ બોનસ વિશે વધુમાં કહે છે, ‘મારુ પણ નહિ, મારી પત્નીનું અને પરિવારના દરેક વ્યક્તિનું માનવું છે કે અમારી કંપની પ્રગતિ કરી રહી છે તો તેમાં અમારા કર્મચારીઓનું પણ મહત્વનું યોગદાન છે. જો અમે તેમના માટે કંઈ પણ કરી રહયા છે તો આ તેમની જ મહેનતનું ફળ છે. પછી એમાં કંજુસી શા માટે કરીએ? અમે આગળ પણ આવું કરતા રહીશું.’

Image Source

તેઓ પોતાના કર્મચારીઓને ખૂબ જ પ્રેમ કરે છે, તેમની કેર કરે છે. તેઓ ઈચ્છે છે કે બધા હંમેશા સારી રીતે રહે. ‘જો કોઈ કર્મચારી હેલ્મેટ વિના ડ્રાઈવ કરતા જોવા મળે તો અમે તેમને 3 વાર ચેતવણી પણ આપીએ છીએ અને પછી ઓ તેઓ ન માને તો તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરીએ છીએ. એમ્પ્લોય વેલફેર માટે અમારી કંપનીમાં ઘણા પ્રાણ કાર્યક્રમો પણ ચાલતા રહે છે. બધા કર્મચારીઓને મફતમાં બપોરનું ભોજન પણ આપીએ છીએ. જેમાં દરેક પ્રકારનું વેજ ખાવાનું પીરસવામાં આવે છે, ચાહે તેઓ કેટલું પણ કેમ ન ખાય. આ સિવાય દરેક કર્મચારીનો 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પણ છે.

Image Source

સવજીભાઈ ધોળકિયાનું માનવું છે કે બાળકોને પૈસાની કિંમત શું હોય છે એ સમજ પડવી જ જોઈએ. એટલે તેઓ પરિવારની નવી પેઢીને ભણાવ્યા-લખાવ્યા બાદ એક મહિના સુધી પોતાની ઓળખ જણાવ્યા વિના જ ફોન વિના દૂર કોઈ બીજા શહેરમાં અજ્ઞાતવાસ પર મોકલે છે. આ એક મહિનામાં તેને 4 નોકરીઓ કરીને પૈસા કમાવવાના હોય છે. એટલે જ અબજો પતિ હોવા છતાં તેઓએ પોતાના દીકરા દ્રવ્યને પૈસાનું મૂલ્ય શીખવવા માટે ફક્ત 7 હજાર રૂપિયા સાથે કોચીમાં પોતાના દમ પર રોજી-રોટી કમાવવા માટે મોકલ્યો હતો. એમબીએ કરી ચૂકેલા દીકરાને પોતાના પગભર થવાની કલા શીખવવા માટે તેઓએ આવું કર્યું હતું.

Image Source

સવજીભાઈ ધોળકિયાનું માનવું છે કે અનુભવ કોઈ પણ વ્યક્તિને ભૂલ કરતા પહેલા જ રોકી દે છે. જો અનુભવ હોય તો વ્યક્તિ મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ કરી શકે છે. જો કે એનો અર્થ એ નથી કે તેઓ યુવાનોને ઓછા ગણે છે. તેઓ કહે છે, ‘પોતાની કંપનીના સુધી જુના 3 કર્મચારીઓને અમે સૌથી પહેલા કાર ભેટ કરી હતી. આ ત્રણેય કર્મચારીઓ આજે પણ મારી જ કંપનીમાં નોકરી કરે છે. આટલું જ નહિ, આ ત્રણેય કર્મચારીઓને મેં પોતાની કંપનીમાં શેરહોલ્ડર બનાવી દીધા છે.’