ફિલ્મી દુનિયા

NCBની સામે સારા અલી ખાને બ્રેકઅપનું બતાવ્યું કારણ, સુશાંતનો ભાંડો ફોડ્યો, ખરાબ વાત કહી

શરમજનક: મરી ગયા પછી સુશાંત વિશે ખરાબ ખરાબ વાતો કહી સારાએ… હે ભગવાન

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન આજકાલ એનસીબીના રડાર પર છે. એક વોટ્સઅપ ચેટ સામે આવ્યા બાદ સારા પર ડ્રગ્સ સેવન અને લેવડ-દેવડનો આરોપ લાગ્યો છે. જેને લઈને શનિવારે સારા અલી ખાનને એનસીબી ઓફિસ બોલાવવામાં આવી હતી. અહીં સારાએ ડ્રગ્સ સિવાય સુશાંત સિંહ રાજપૂતના સંબંધને લઈને પણ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તો એક રિપોર્ટ અનુસાર, સારા અલી ખાને સુશાંત સાથે બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ એન્ગલમાં સારા અલી ખાનની કલાકો સુધી પુછપરછ કરી હતી. આ દરમિયાન સારાએ સ્વીકાર્યું હતું કે, તે સુશાંતને ડેટ કરી રહી હતી. આ સાથે જ સારાએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, તેને દિવંગત એક્ટર સાથે બ્રેકઅપ કેમ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારાએ કહ્યું કે, સુશાંત તેની સાથે તેમના સંબંધને લઈને વફાદાર ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

સારા અલી ખાને કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત તેના સંબંધને લઈને ઘણો પઝેસિવ રહેતો હતો. તે ઈચ્છતો હો કે હું ફિલ્મ મેકરને એ વાત માટે રાજી કરું કે મારી આગામી ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂતને જ સાઈન કરે. આ સિવાય સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે તેના સંબંધ અને અન્ય ઘણી વાતો જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

એનસીબીની પુછપરછમાં સારા અલી ખાને ડ્રગ્સ લેવાની વાતનો ઇન્કાર કરી દીધો હતો. સારાએ ફક્ત સિગરેટ પીતી હોવાની જ વાતને કબૂલી હતી. સારાએ રિયાના આરોપને નકારી દીધા હતા જેમાં રિયાએ કહ્યું હતું કે સારાએ ફિલ્મ ‘કેદારનાથ’ દરમિયાન ડ્રગ્સનો હાઈ ડોઝ લીધો હતો. સારા અલી ખાને કહ્યું હતું કે, તે ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન સુશાંત સાથે ફક્ત સિગરેટ જ પીતી હતી. પરંતુ સારા અલી ખાને તેના નિવેદનમાં સુશાંતએ ડ્રગ્સ લીધું હોય તેવો દાવો કર્યો હતો. સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે થાઇલેન્ડ ટ્રીપ પર જવાની વાતનો પણ સ્વીકાર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

એક મીડિયા સાથેની વાતચીતમાં સુશાંત સિંહ રાજપૂતના ડ્રાઈવર ધીરેન્દ્રે કહ્યું હતું કે, સુશાંત અને સારા અલી ખાન સારા મિત્રો હતા. પરંતુ થાઈલેન્ડ ટ્રીપમાંથી આવ્યા બાદ બંને કોન્ટેક્ટમાં ના હતા. આ સાથે જ જણાવ્યું હતું કે, સુશાંતના ઘરે સારા આવતી ના હતી. બંને ફક્ત  ;કેદારનાથ’ અને ‘બિગ બોસ’ના શૂટિંગમાં જ સાથે જતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Sara FanClub (@sushant_sara_fanclub) on

તો બીજી તરફ આઇલેન્ડ વાળી પાર્ટીમાં બોટમેન સાથે સારા અલી ખાન અને સુશાંત સિંહ દ્વારા ગાંજો લેવાની વાત કહી હતી. એનસીબીએ સારા અલી ખાનનું નિવેદન લેખિતમાં લીધું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.