લાંબા સમય બાદ સારા અલીખાન સમય કાઢીને શ્રીલંકા વેકેશન માણવા પહોચી હતી. સારા તેના નજીકના દોસ્તો સાથે શ્રીલંકા ગઈ હતી. હાલમાં જ સારા શ્રીલંકામાં વેકેશન ગણીને મુંબઈ પરત ફરી હતી. સારા મુંબઈ એરપોર્ટ પર બેહદ સિમ્પલ લુકમાં સ્પોટ થઇ હતી.
સારાએ તેના ફેન્સ માટે થોડી શ્રીલંકા વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીરોમાં સારા સ્વિમિંગ પુલની અંદર નારિયેળ પાણી અને કોફી પીતી નજરે ચડે છે. સારાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
સારાએ આ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા સારાએ એક કેપ્સન પણ લખ્યું હતું. સારાનું આ કેપ્સન તેની તસ્વીરો પર એકદમ સટીક લાગે છે. સારાએ લખ્યું હતું કે, ‘શ્રીલંકામાં લેડી.’ આ તસ્વીરમાં સારાએ બિકીની પહેરી છે.

એક તસ્વીરમાં સારા પુલની અંદર નારિયેળ પાણી પીતી નજરે ચડે છે. તો બીજી તસ્વીરમાં સારા કોફી પીતી નજરે ચડે છે. આ તસ્વીરની આસપાસનો નજારો ઘણો જ સુંદર છે. તો થોડી તસ્વીરમાં સારા તેના મિત્રો સાથે ફરતી નજરે ચડે છે. કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ વચ્ચે તેની આ તસ્વીર ચર્ચાનો વિષય બની છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, સારા અને કાર્તિકનું બ્રેકઅપનું કારણ એકબીજાને સમયના આપવાનું છે. સરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ વરુણ ધવન સાથે ‘કુલી નંબર-1’માં નજરે આવશે. સારા અને કાર્તિકે હાલમાં જ ‘લવ આજકાલ-2’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

જણાવી દઈએ કે, જયારે પણ કાર્તિક અને સારા રિલેશનશિપમાં હતા ત્યારે બન્ને ક્યાંકને ક્યાંક તો સ્પોટ કરવામાં આવતા હતા. તો બન્નેના પરિવારજનો પણ એકબીજાને ઘણા પસંદ કરતા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.