મનોરંજન

ભાઈ સાથે ડિનર ઉપર જોવા મળેલી સારા અલી ખાનના પર્સની કિંમત જાણીને જ ઉડી જશે હોશ, આટલામાં તો એક સારી બાઈક આવી જાય

અધધધ છે કિંમત, જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

બે દિવસ પહેલા જ સારા અલી ખાન પોતાના ભાઈ ઇબ્રાહિમ સાથે ડિનર માટે પહોંચી હતી. જ્યાંથી તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. આ દરમિયાન સારાએ પોતાના ખભા ઉપર જે પર્સ ભરાવ્યું હતું તેની ચર્ચાઓ ખુબ જ થઇ રહી છે.

આ ડિનર દરમિયાન સારાએ સફેદ અને કાળા રંગનું ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું હતું. સારાએ મેચિંગ સેન્ડલ પણ પહેર્યા હતા અને ભૂરા રંગનું ડેનિમ માસ્ક પણ કોરોનાને ધ્યાનમાં રાખીને લગાવેલું જોવા મળ્યું હતું.

સારાનો આ લુક ખુબ જ સુંદર હતો. આ દરમિયાન ફોટોગ્રાફર અને ચાહકોની નજર સારાના મિનિબેગ ઉપર પડી જે તેને સાઈડમાં ટીંગાળી રાખ્યું હતું.

સારાએ આ ખાસ મોકા ઉપર Gucci નું Dionysus Leather Super Miniબેગ પસંદ કર્યું હતું, જે લાલ રંગનું હતી. આ મીની બેગ દેખાવમાં ભલે નાનું લાગતું હોય, પરંતુ તેની કિંમત ખુબ જ વધારે છે.

ગુચી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર આ મીની બેગની કિંમત 860 ડોલર છે. જેની ભારતીય નાણાં અનુસાર કિંમત લગભગ 62879 રૂપિયા થાય છે.

ઇબ્રાહિમ આ પ્રસંગે ટી-શર્ટ અને રિપ્ડ જીન્સમાં ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. કોરોનાના ડરના કારણે તેને પણ ચહેરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યું હતું.

જેવા જ સારા અને ઇબ્રાહિમ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા લોકોની ભીડે તેમને ઘેરી લીધી હતી. આ દરમિયાન બંને એકબીજાને પ્રોટેક્ટ કરતા જોવા મળ્યા હતા.

ભીડને જોઈને સારાએ તરત ઇબ્રાહિમનો હાથ પકડી લીધો હતો. તે ઇબ્રાહિમને પબ્લિકથી બચાવતા ગાડી સુધી લઇ ગઈ હતી. તો વચ્ચે વચ્ચે ઇબ્રાહિમ પણ સારાને સાચવતો જોવા મળ્યો હતો.

ચાહકોને આ બંને ભાઈ બહેનનો પ્રોટેક્ટિવ નેચર ખુબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝર્સે તો કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે આને જોઈને તો મને મારી બહેનની યાદ આવી ગઈ.. “સારા કેટલી પ્રોટેક્ટિવ છે.”