ફિલ્મી દુનિયા

કેન્સરના ઈલાજ માટે મુંબઈની કોકિલાબેન ભરતી થયો સંજય દત્ત, પત્ની માન્યતા સ્ટેટમેન્ટ આપ્યું કે

ફેફસાના કેન્સરથી ઝઝૂમી રહેલા બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તને મંગળવારના રોજ  કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યો. સંજય દત્તને હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ તેની પત્ની માન્યતા દત્તે એક નિવેદન આપ્યું છે, માન્યતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સંજયનો પહેલા મુંબઈમાં જ કરાવવામાં આવશે અને પછી આગળનો પ્લાન તૈયાર કરવામાં આવશે. સાથે જ માન્યતાએ સંજયના ચાહકોને સાથ આપવા માટે અનુરોધ કર્યો છે.

Image Source

માન્યતા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે સંજુના બધા જ પ્રસંશકો અને શુભચિંતકોએ આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો છે, તેમનો હું આભાર વ્યક્ત કરું છું. સંજુ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે. દરેક મુશ્કેલીમાં તમારો સાથે એમની સાથે રહ્યો છે અને તેના માટે અમે સદૈવ આભારી રહીશું. માન્યતાએ આગળ જણાવ્યું કે અમે એકબીજી ચુનોતીનો સામનો કરી રહ્યા છીએ અને મને ખબર છે કે એજ પ્રેમ અને એજ ગર્મજોશી આ સમયે પણ મળશે.
એક પરિવારના રૂપમાં અમે સકારત્મકતાની સાથે આ ચુનોતીનો સામનો કરવાનો પણ નિર્ણય કર્યો છે. આ કઠિન લડાઈ અને લાંબી યાત્રા હશે. કોઈપણ પ્રકારની નકારાત્મકતાને અંદર રાખ્યા વગર સંજુ માટે આપણે આમ કરવાંની જરૂર છે.

તેને કહ્યું કે સંજય દત્તની પ્રાથમિક સારવાર મુંબઈમાં પૂર્ણ થશે. કોરોનાના કારણે બનેલી પરિસ્થિતિને જોતા અમે આગળની યોજના બનાવીશું. હાલમાં સંજય દત્ત કોકિલાબેન હોસ્પિટલમાં સક્ષમ અને કાબિલ ડોક્ટરોની દેખરેખમાં છે.

માન્યતાએ આગળ કહ્યું” હું બધાને હાથ જોડીને અનુરોધ કરું છું કે સંજય દત્તની બીમારીના સ્ટેજ વિશેની ધારણાઓ લગાવવાનું બંધ કરો અને ડોક્ટરને પોતાનું કામ કરવા દો. અમે તમને નિયમિત રૂપે જાણકારી આપતા રહીશું. ” માન્યતાએ એમ પણ કહ્યું કે સંજુ ફક્ત મારો પતિ નહીં પરંતુ મારા બાળકોનો પિતા પણ છે. તે અંજુ અને પ્રિયા માટે પણ પિતા તુલ્ય છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.