રસોઈ

સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ, એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે !!

ગુજરાતીઓની જો કોઈ સૌથી પ્રિય આઈટમ હોય તો તે છે ઢોકળા અને હાંડવો. અને ઢોકળામાં પણ એક કરતાં વધારે ટેસ્ટી ને અલાગ અલગ ઢોકળા બનાવવામાં તો આખી દુનિયામાં ગુજરાતીની તોલે કોઈ ના આવે…તો ચાલો આજે નાસ્તામાં કે કોઈ વાર તહેવારે લેયર વાળા સેંડવીચ ઢોકળા બનાવીએ. એકવાર શાંતીથી આખી રીતે વાંચી લો તમે પણ ફરસાણવાળાની દુકાને મળતા તૈયાર ઢોકળા જેવા જ ઢોકળા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • સફેદ ઢોકળા નુ ખીરું 1 કિલો
  • લીલી ચટણી બનાવા
  • ધાણા 1 જુડી
  • લીલા મરચા 3 નંગ
  • સીંગદાણા 2 ચમચી
  • ઝીરું 1/2 ચમચી
  • સફેદ તલ 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • પાણી 4 ચમચી

વઘાર કરવા. માટે

  • તેલ 3 ચમચી
  • રાઈ 1/2 ચમચી
  • સફેદ તલ 1/2 ચમચી
  • લીલા મરચા 4 નંગ

રીત
સેન્ડવિચ ઢોકળા બનવા માટે સૌપ્રથમ એક બૉઉલ માં ખીરું કાઢી લો. પછી ચટણી બનાવી લો ચટણી બનવા માટે ધાણા સીંગદાણા મરચા તલ ઝીરું બધું એડ કરી પીસી લો મિક્સર માં પછી એક બૉઉલ ખીરું કાઢી લો
અને હવે થોડું ખીરું એક બાઉલમાં લો અને એમાં ચટણી એડ કરો.
ને મિક્સ કરી લો પછી સ્ટીમર ગેસ પર ગરમ કરવા મૂકી દો પછી એક લેયર થાળી માં પાથરી દો
પછી એને સ્ટીમ કરી લો પછી બહાર કાઢી ને એના ઉપર ચટણી નુ લેયર પાથરો અને ફરી એને સ્ટીમ કરી લો
2/3 મિનિટ માટે પછી ફરી એક લેયર ખીરું નુ પાથરી દો
પછી ફરી એને સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાયઃ
એટલે એને કટ કરી લો પછી એને વાઘરી લો
હવે તૈયાર છે તમારા ગરમા ગરમ સેંડવીચ ઢોકળા..
પછી એને સર્વ કરો..તો તૈયાર છે સેન્ડવિચ ઢોકળા. આ રેસીપી જરૂર થી બનાવજો અને તમારા બાળકો ને નાસ્તામાં પણ આપી શકો છો રેસીપી બનાવજો કેવી લાગી જરૂર થી જણાવજો

રેસીપીનો વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks