મનોરંજન

બાળપણથી લઈને અત્યાર સુધી કંઈક આવો બદલાઈ ગયો છે સલમાનનો લુક, જુઓ ક્યારે પણ ના જોઈ હોય તેવી તસ્વીર

બોલીવુડનો દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજે કોઈ ઓળખનો મોહતાજ નથી. આજે સલમાન ખાન પાસે નામ, પૈસા અને શોહરત છે. બોલીવુડનો દબંગ ખાન એટલે કે સલમાન ખાન 27 ડિસેમ્બરે તેનો બર્થડે મનાવી રહ્યો છે. સલમાન ખાન 55 વર્ષની ઉંમરે પણ કુંવારો છે. સલમાન ખાનએ હજુ સુધી લગ્ન નથી કર્યા. ફેન્સ સલમાનના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Image source

સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો. બહુ ઓછા લોકોને ખબર હશે કે સલમાન ખાનનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. સલમાન ખાનને બોલીવુડમાં કામ કરતા-કરતા 30 વર્ષ થઇ ચુક્યા છે. આ દરમિયાન તેને એકથી એક ચડિયાતી હિટ ફિલ્મ આપી છે. સલમાન ખાને તેની બૉલીવુડ કરિયરની શરૂઆત 1988માં ફિલ્મ બીવી હો તો ઐસીથી કરી હતી. તે સમયથી લઈને અત્યાર સુધીમાં સલમાન ખાનના લુકમાં ઘણા બદલાવ આવ્યા છે. આવો જોઈએ સલમાન ખન્ના બર્થડે પર તેની ક્યારે પણ ના જોઈ હોય તેવી તસ્વીર.

Image source

સલમાન ખાન બાળપણમાં બહુ જ ક્યૂટ લાગતો હતો. તેની આ તસ્વીર ત્યારની છે જયારે તે એક વર્ષનો હતો. તસ્વીરમાં તે ખોળામાં બેસેલો જોવા મળે છે અને કેમેરાની સામે જુએ છે.

Image source

સલમાન ખાન અહીં તેના મિત્રો સાથે બેસેલો જોવા મળે છે. તસ્વીર જોઈને તો તમે સલમાનખાનને ઓળખી પણ નહીં શકો. મોટી-મોટી આંખ વાળો જ સલમાન ખાન છે.

Image source

આ તસ્વીરમાં સલમાન ખાન તેના ભાઈ-બહેન સાથે જોવા મળે છે. આ બાદ અરબાઝ, અલવીરા અને સોહેલ ઉભા રહીને તસ્વીર ખેંચાવી રહ્યા છે. આજે પણ સલમાનને તેના ભાઈ-બહેન સાથે સારી બોન્ડીગ છે.
આપણે સૌ જાણીએ છીએ કે, સલમાન ખાન તેના પરિવારની બેહદ નજીક છે. તે માતા-પિતા સાથે જ રહે છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, સલીમ ખાન, ભાઈ અરબાઝ ખાન અને માતા સલમા ખાન સાથે જોવા મળી રહ્યો છે.

Image source

સલમાન ખાનની આ તસ્વીર તેના કરિયરના શરૂઆતના દિવસની છે. તે સમયે સલમાન ઘણો દુબળો હતો. બાદમાં સલમાને તેની ફિટનેસ પર ધ્યાન આપ્યું અને આજના દિવસે તે બધા માટે મિશાલ બની ગયો છે.

Image source

સલમાન ખાન સાથે અરબાઝ ખાન અને સોહેલ ખાન છે. આ તસ્વીર થોડા વર્ષ પહેલાની છે. તે સમયે તેનો લુક બિલકુલ અલગ હતો.