લોકડાઉનના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ છે. ત્યારે બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ પોતાના ફાર્મ હાઉસ ઉપર સમય વિતાવી રહ્યા છે, એમાંથી એક છે આપણા બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાન પણ પોતાના પરિવાર સાથે પોતાનો સમય પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં વિતાવી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ અહિયાંથી સલમાનની બહેન અર્પિતાના દીકરા આહિલનો જન્મ દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. સલમાન ખાનનું આ ફાર્મ હાઉસ ખુબ જ લક્ઝુરિયસ છે. આજે તમને આ ફાર્મ હાઉસના ફોટો બતાવીશું જે જોઈને તમે જ કહેશો કેટલું સુંદર છે.

સલમાનનું પનવેલ સ્થિત ફાર્મ હાઉસ કુલ 150 એકરમાં ફેલાયેલું છે. જ્યાં અવાર-નવાર પાર્ટી તેમજ સોશિયલ ઇવેન્ટ કરવામાં આવે છે. સલમાન ખાનની ફિલ્મ “બજરંગી ભાઈજાન” તો બધાએ જોઈ જ હશે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ફિલની કેટલુંક શૂટિંગ તેમના આ ફાર્મ હાઉસમાં જ કરવામાં આવ્યું હતું.

સલમાનના આ ફાર્મ હાઉસનું નામ છે અર્પિતાસ ફાર્મ, જે તેની બેનના નામ ઉપર રાખવામાં આવ્યું છે, સલમાન તેની બહેનને ખુબ જ પ્રેમ કરે છે. સલમાને પોતાનો 50મોં જન્મ દિવસ પણ આ ફાર્મ હાઉસ ઉપર જ ઉજવ્યો હતો.

સલમાન ખાન બાઈક અને રેસિંગ નો ખુબ જ શોખીન છે, અને આ બધી જ વ્યવસ્થા ફાર્મ હાઉસમાં રહેલી છે સાથે આ ફાર્મ હાઉસમાં પાલતુ પ્રાણીઓ પણ છે અને ખાસ કરીને ઘોડા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સલમાનના ઘણા નજીકના મિત્રો અને ખાસ કેટરીના કૈફ અને યુલિયા વંતૂરને પણ આ ફાર્મ હાઉસમાં ઘોડે સવારી માણતાં જોવા મળ્યા છે.

સલમાનના આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ એરિયાને પણ ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે અને સલમાનની બ્રાન્ડ બિંગ હ્યુમનને લાઈટ દ્વારા દર્શાવવામાં પણ આવ્યો છે. સલમાનના આ ફાર્મ હાઉસમાં ખાસ પ્રકારનું જિમ પણ તમને જોવા મળશે, સલમાન આ ઉંમરે પણ પોતાની જાતને ફિટ અને સ્ટ્રોંગ રાખે છે કસરત દ્વારા.

મુંબઈથી 2 કલાકના અંતરે સલમાનનું આ ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં તે રજાઓ દરમિયાન મિત્રો સાથે જઈને મઝા કરે છે, સાથે જયારે સલમાન શૂટિંગમાંથી ફ્રી પડે છે ત્યારે તે આ ફાર્મ હાઉસ ઉપર પહોંચી જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.