મનોરંજન

પહેલો પ્રેમ: સલમાન ખાનને કિયારા અડવાણીની માસી સાથે હતો ગળાડૂબ પ્રેમ, પણ પછી આવી સંગીતા બિજલાની

ભાઇજાનનું કિયારા અડવાણીની માસી જોડે ચાલતું હતું ‘ચક્કર’ પછી જે થયું

27-ડિસેમ્બર 1965ના રોજ જન્મેલા અભિનેતા સલમાન ખાન 55 વર્ષના થઇ ચુક્યા છે. આગળના રવિવારે જ સલમાન ખાને જન્મદિસવની ઉજવણી કરી હતી. એ તો બધા જાણે જ છે કે ઉંમરના આ પડાવ સુધી પહોંચ્યા પછી પણ સલમાન ખાને હજી સુધી કોઈ સાથે લગ્ન નથી કર્યા.

Image Source

જો કે  અત્યાર સુધીમાં સલમાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય, કૈટરીના કૈફ, એમી જેક્સન, સોમી અલી, સંગીતા બિજલાની વગેરે જેવા નામ શામિલ છે. પણ સલમાનની સૌથી પહેલી ગર્લફ્રેન્ડ વિશે કદાચ કોઈ જાણતું નહીં હોય.

Image Source

તમને પણ જાણીને જટકો લાગશે કે સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ શાહીન જાફરી હતી, જે અભિનેત્રી કિયારા અડવાણીની માસી અને સુપરસ્ટાર અશોક કુમારની પૌત્રી છે. વાત ત્યારની છે જ્યારે સલમાન ખાન માત્ર 19 વર્ષના હતા બોલીવુડમાં આવ્યા પણ ન હતા.

Image Source

સલમાન અને શાહીન બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને બંન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો. સલમાન શાહિનને એટલી હદ સુધી પ્રેમ કરતા હતા કે કલાકો સુધી તે શાહિનની કોલજેના ગેટ પર રાહ જોયા કરતા હતા.

Image Source

સલમાને શાહિનને પોતાના પરિવારને પણ મળાવી હતી અને બંનેના પરિવારે લગ્નની મંજૂરી પણ આપી દીધી હતી. માનવામાં તો એવું પણ આવ્યું હતું કે બંને જલ્દી જ લગ્ન કરવાના હતા પણ અચાનક જ સલમાનના જીવનમાં સંગીતા બિજલાનીની એન્ટ્રી થઈ.

Image Source

સલમાન અને શાહીન મુંબઈની એક હેલ્થ ક્લબમાં જતા હતા જ્યા સંગીતા પણ આવતી હતી. આ દરમિયાન સલમાન અને સંગીતા વચ્ચે મિત્રતા થઇ અને પ્રેમ થઇ ગયો. શાહીનની પણ બીજી જગ્યાએ નોકરી લાગે ગઈ જેથી તે સલમાનથી દૂર ચાલી ગઈ, અને સંગીતા-સલમાનનો પ્રેમ વધતો ગયો. બંન્ને અમુક જ સમયમાં લગ્ન કરવાના હતા, અને સગાઈ પણ થઇ ચુકી હતી, પણ અચાનક જ સંગીતાએ લગ્ન માટે ના કહી દીધી.

Image Source

તે સમયે માનવામાં આવ્યું હતું કે સંગીતાને સલમાનના કોઈ અન્ય સાથેના રિલેશન હોવાની જાણ થઇ ગઈ હતી જેને લીધે સંગીતાએ સબંધ તોડી નાખ્યો. જો કે બ્રેકઅપ પછી પણ બંને એકબીબીજાના સારા એવા મિત્રો રહ્યા છે અને બંનેને ઘણીવાર પાર્ટીઓમાં એકસાથે જોવામાં આવે છે.

Image Source

કિયારાએ એક ઇન્ટરવ્યૂમાં આ બાબત વિશે વાત કરતા જણાવ્યું હતું કે,” મારી માં અને સલમાન એકબીજાને ખુબ સારી રીએ જાણતા હતા કેમ કે બંને બાન્દ્રામાં એકસાથે જ ભણતા હતા. તે હંમેશા મારી માંને કહ્યા કરતા હતા કે તે ભવિષ્યમાં સ્ટાર ચોક્કસ બનશે. બંન્ને આરા એવા મિત્રો હતા અને સાથે સાઇકલ પણ ચલાવતા હતા. મારી માંએ જ સલમાનને માસી શાહીન વિશે ઇંટ્રોડ્યુસ કરાવ્યા હતા અને બંન્નેએ અમુક સમય સુધી એકબીજાને ડેટ પણ કરી હતી. મારા આધારે આ બંન્નેની કદાચ પહેલી રિલેશનશિપ રહી હશે”.

Image Source

સલમાને કિયારા અડવાણીને બોલીવુડમાં કામ અપાવા માટે મદદ કરી હતી. વર્ષ 2014માં સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ફગલી કિયારાની ડેબ્યુ ફિલ્મ હતી.