ખેલ જગત

ચા ની ફેક્ટરીમાં કામ કરતા સાક્ષીના પિતા, જુઓ લગ્ન પહેલા કેવી દેખાતી હતી મિસિસ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રહી ચૂકેલા એમ.એસ ધોની અને તેની પત્ની સાક્ષીની જોડી ખુબ જ લોકપ્રિય છે. ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક ધોનીએ સાક્ષી સિંહ રાવત નામની સામાન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતા.

Image Source

19-નવેમ્બર 1988 ના રોજ જન્મેલી સાક્ષી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. આજે અમે તમને સાક્ષીની જીવનશૈલી અને ધોની સાથેની લવ સ્ટોરી વિશે જણાવીશું.

Image Source

ધોની અને સાક્ષી એકબીજાને બાળપણથી જ ઓળખતા હતા અને બંને એકસાથે શાળામાં ભણતા હતા. જો કે તે સમયે બંન્ને એકબીજાને કંઈ ખાસ જાણતા ન હતા. જેના પછી સાક્ષીનો પરિવાર દેહરાદુન રહેવા માટે ચાલ્યો ગયો અને બંન્ને વચ્ચેનો સંપર્ક તૂટી ગયો, જેના દસ  વર્ષ પછી ફરીથી બંન્નેની પહેલી મુલાકાત કલકતામાં થઇ હતી.

Image Source

વાત નવેમ્બર 2007 ની છે જયારે ધોની અને સાક્ષીની મુલાકાત કલકતાની તાજ હૉટેલમાં થઇ હતી. આ સમયે સાક્ષી હોટેલમાં ઇન્ટરશીપ કરી રહી હતી અને ધોની તે સમયે આ જ હોટેલમાં રોકાયા હતા અને તે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવાના હતા. બંન્નેનું મુલાકાત મેનેજર યુધાજિતએ કરાવી હતી જે સાક્ષીના પણ મિત્ર હતા અને તે જાણતા હતા કે બંને બાળપણના મિત્રો છે.

Image Source

ધોનીએ મેનેજર પાસેથી સાક્ષીનો નંબર લીધો અને તેને પહેલી જ વારમાં ધડાધડ મેસેજ કરી દીધા. પહેલા તો સાક્ષીને વિશ્વાસ ન થયો કે આટલો મોટો ક્રિકેટર મને શા માટે મેસેજ કરે! જેના પછી બન્ને વચ્ચે મેસેજની આપ-લે શરૂ થઇ અને 2008 માં ડેટિંગ શરૂ કરી. તે જ વર્ષે સાક્ષી મુંબઈમાં ધોનીના જન્મદિસવની પાટીમાં પણ શામિલ થઇ હતી.સાક્ષીના પિતા રાજેન્દ્ર સિંહ કલકતાની એક ચા ની કંપનીમાં કામ કરતા હતા અને 30 વર્ષથી પણ વધારે સમય સુધી તેમણે કામ કર્યું હતું.

Image Source

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2 જુલાઈ 2010 ના રોજ બંન્નેએ લગ્ન કરી લીધા. બંન્નેના લગ્નનો 10 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે, અને આજે તેમની ક્યૂટ દિકરા જીવા ધોની છે.

Image Source

જણાવી દઈએ કે ધોની-સાક્ષીની લવસ્ટોરી ધોનીની બાયોપિક બોલીવુડ ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી માં પણ દેખાડવામાં આવી ચુકી છે. ફિલ્મમાં ધોનીનો કિરદાર દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે નિભાવ્યો હતો.