ખબર

રશિયાની ગોરીને થયો પોખરણના છોરા સાથે પ્રેમ, સાત સમુદ્ર પર આવીને કર્યા ભારતીય રીતિ-રિવાજથી લગ્ન

કોઈએ સાચું જ કહ્યું છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. એટલે ભગવાને તમારા માટે જે જીવનસાથી નક્કી કર્યું હશે એ જ તમારું જીવનસાથી બનશે, ભલેને પછી એ તમારાથી ખૂબ જ દૂર હોય, પણ સમય આવ્યે એ તામરી પાસે આવશે જ! અને આજ વાત અહીં સાચી ઠરે છે.હકીકતે વાત એમ છે કે રશિયાની એક ગોરી સ્વેતલાનાને પોખરણના દેશી છોરા શશી કુમાર વ્યાસ સાથે પ્રેમ થઇ ગયો અને પોતાના પ્રેમને લગ્નમાં બદલવા માટે એ સાત સમુદ્ર પાર ચાલી આવી. સ્વેતલાના અને શશીકુમારના લગ્ન બુધવારના રોજ હતા. શશીકુમાર વ્યાસ મૂળે પોખરણના રહેવાસી છે.

સ્વેતલાનાએ કર્યા ભારતીય રીતિ-રિવાજો મુજબ લગ્ન

સ્વેતલાના લગ્ન કરવા માટે રશિયાથી પોતાના માતા-પિતા, ભાઈ-ભાભી અને પોતાના મિત્રો સાથે પોખરણ પહોંચી હતી. પોખરણ ફોર્ટમાં તેના પરિજનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ વિવાહ સમારોહમાં તેના તથા શશીના પરિજનો હાજર રહયા હતા. બંને હિન્દી રીતિ-રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાયા હતા અને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો.બંને પરિવારોમાં જોવા મળ્યો ઉત્સાહ

રશિયા નિવાસી સ્વેતલાના સાથે શશી કુમારના લગ્નને લઈને બંને પરિવારો ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા. લગ્ન માટે ભારતીય સંસ્કૃતિ અનુસાર કંકોત્રી છપાવી હતી. શશીએ પણ પોતાના વિવાહ માટે લગ્નની કંકોરીઓ છપાવીને પરિજનોને આમંત્રિત કર્યા હતા. લગ્નમાં હાજર રહેવા માટે શશીએ બધા જ પરિજનોને આમંત્રિત કર્યા હતા, અને કંકોત્રીમાં સાસુ સસરા અને સાસરી પક્ષના બધા જ લોકોના નામ લખવ્યા હતા.મિસ્ટર ડેઝર્ટ પર આમ આવ્યું દિલ

રાજસ્થાનનો મરુ મહોત્સવ દુનિયાભરમાં પ્રખ્યાત છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. મહોત્સવ દરમ્યાન મિસ્ટર ડેઝર્ટનું પણ ચયન કરવામા આવે છે. શશીકુમાર વ્યાસ વર્ષ 2016ન મિસર ડેઝર્ટનો ખિતાબ પ્રાપ્ત કરી ચુક્યા છે. બીજા વર્ષે 2017માં ફરી શશીએ મહોત્સવમાં ભાગ લીધો, આ દરમ્યાન રશિયાના મોસ્કોની નિવાસી સ્વેતલાના ત્યાં ફરવા આવી હતી. ત્યારે સ્વેતલાના અને શશીની પહેલી વાર મુલાકાત થઇ હતી. જો કે બંને એકબીજાને પહેલી નજરમાં જ દિલ દઈ બેઠા હતા.મુલાકાત દોસ્તીમાં બદલાઈ

મહોત્સવ દરમ્યાન મુલાકાત બાદ શશી પોખરણ અને સ્વેતલાના રશિયા ચાલ્યા ગયા. પરંતુ ફરી સોશિયલ મીડિયા દ્વારા બંનેમાં વાતચીત થવા લાગી, અને ધીરે-ધીરે આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં બંનેના પરિવારને આ વાત અજીબ લાગી પણ પછીથી તેઓ રાજી થઇ ગયા. એટલે સ્વેતલાના રશિયાથી પરિવાર અને મિત્રો સાથે પોખરણ આવી અને 13 માર્ચે હિન્દૂ રીતિ-રિવાજો મુજબ લગ્ન કરી લીધા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks