કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનની અસર સમાજના દરેક વર્ગ ઉપર પડી છે. આ દરમિયાન દેશમાંથી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ પણ સામે આવી છે. આવી જ એક હૃદય હચમચાવી દે તેવી વાર્તા ઝારખંડમાંથી પણ આવી છે. જે ખેલાડી દેશ માટે અઢળક ગોલ્ડ મેડલ જીત્યો હતો એ વ્યક્તિ આજે બે ટંકનું જમવાનું મેળવવા માટે પણ મજબુર છે. તેને પોતાનું પેટ ભરવા માટે 300 રૂપિયા રોજ ઉપર મજૂરી કરવી પડી રહી છે.

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ખેલાડી લાંબી દોડનો બેતાજ બાદશાહ છે. તે જમશેદપુર જિલ્લાના અર્જુન ટુડુ છે. જેનું ઘર ગોલ્ડ મેડલોથી ભરેલું પડ્યું છે. પરંતુ આ સમયે તે રેસ છોડી અને હાથમાં પાવડો લઇ મજૂરી કરી રહ્યો છે. જેના કારણે તે પોતાનું પેટ ભરી શકે.

અર્જુને 10 હજાર મીટર ટ્રેક અને મેરેથોનમાં ઘણા મેડલ જીત્યા છે. તેના ઘરમાં હવે એટલી પણ જગ્યા નથી વધી કે તે જીતેલી ટ્રોફી ક્યાં રાખે. તેની મદદ કરવા માટે ના કોઈ ખેલ વિભાગ આવ્યું ના સરકાર દ્વારા તેને કોઈ સહાયતા મળી. જેના કારણે આજે તેને માત્ર 300 રૂપિયા માટે પરસેવો પાડવો પડી રહ્યો છે.

એક સમય એવો હતો જયારે તે મેડલ જીતીને પોતાના ગામની અંદર આવતો તો તાળીઓના ગળગળાટથી તેનું સ્વાગત કરવામાં આવતું હતું અને આજે તેનો ભૂખ્યા મરવાનો સમય આવી ગયો છે.

અર્જુનનો આખો પરિવાર આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેની પત્નીનું કહેવું છે કે જો રાજ્ય સરકારે તેને કોઈ નોકરી આપી હોત તો આજે એક ખેલાડીને તેનું સન્માન ના ખોવું પડતું.

રેસર અર્જુને જણાવ્યું કે લોકડાઉનના કારણે હાલમાં ક્યાંય મેરેથોન નથી થઇ રહી. હવે હું ક્યાંથી પુરસ્કાર જીતીશ અને કેવી રીતે પરિવાર ચલાવીશ. હું આખા દેશમાં થવા વાળી દોડમાં ભાગ લેવા માટે જતો હતો. ત્યાં એને જે ઈનામની રકમ મળતી હતી તેના દ્વારા તેનું ઘર ચાલતું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.