રસોઈ

નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી રીંગણના ભડથાની

સામગ્રી:-

  • 3 મોટા રીંગણ
  • ડુંગરી
  • ટામેટા
  • લીલુ લસણ
  • લીલી ડુંગળી
  • કોથમીર

રીત:-

સૌપ્રથમ 3 મોટા રીંગણ ઉપર તેલ લગાડી દો. ત્યારબાદ તેને ધીમી ફ્લેમ પર ગેસ પર રાખો. થોડા થોડા સમય પછી તેને ફેરવતા રહો. જેથી બધી બાજુ શેકાઈ જાય. હવે એક ચપ્પાથી ચેક કરી જુઓ કે ભરથા અંદરથી ચડ્યા છે કે નહીં.. હવે ગેસ પરથી ઉતારીને થોડીવાર ઠંડા થવા દો…

ત્યાં સુધી તમે બીજી સામગ્રી તૈયાર કરી દો.

૧ નંગ મોટી ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા સમારી લો. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલા લસણને સમારીને રેડી રાખો.

હવે તમારા શેકેલા રીંગણને ઉપરથી ફોલી કાઢો. પછી અંદરના થોડા બીયાને કાઢીને તેને મેશ કરી લો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે અંદર ઈયળના હોય. રીંગણને બરાબર મેશ કરી લેવું.

હવે એક પેઈનમાં તેલ લો. તેમાં થોડી રાઈ અને જીરું નાંખો. ત્યારબાદ તેમાં થોડી હળદર નાખો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લીલી ડુંગળી અને લસણ નાખી બરાબર હલાવો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટામેટું નાખું. પછી તેમાં મેસ કરેલા રીંગણ નાખવા.

ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું ગરમ મસાલો નાખો. પછી તેમાં બે-ત્રણ ચમચી પાણી નાખીને ઢાંકી દો જેથી બધા જ મસાલા અંદર એડ થઈ જાય.

લાસ્ટમાં કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશિંગ કરો…

રેડી છે તમારુ બેગનનું ભરથુ.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ