ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીએ જબરદસ્ત ગુસ્સો બતાવ્યો, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા ગઈકાલે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીબીઆઈએ રિયાને 10 પ્રશ્નો પૂછ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

તપાસ એજન્સીએ તેમને પૂછ્યું હતું કે, તેણે આ મામલે તપાસની માંગ કેમ કરી હતી. આ દરમિયાન રિયા ચક્રવર્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ મીડિયાને જોઈને ગુસ્સાથી લાલઘુમ થઈ ગઈ હતી. જે રીતે મીડિયાના કેમેરા એક્ટ્રેસની કાર પાસે પહોંચ્યા તો રિયાએ કોણી બતાવીને રિએક્શન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

રિયા ચક્રવર્તીનો આ વીડિયો પર જોરદાર રિએક્શન આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રિયા ચક્રવર્તીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ રેકોર્ડ કરવામાં આવશે. આ કેસમાં તપાસ એજન્સીઓએ રિયા, તેના પરિવાર અને સુશાંતના મિત્રો અને સ્ટાફની પણ પૂછપરછ કરી છે. તપાસ અધિકારીઓએ કહ્યું છે કે, રિયા ચક્રવર્તીની આગામી કેટલાક દિવસો સુધી પૂછપરછ ચાલુ રહેશે. હાલ તો રિયાની ધરપકડ અથવા કસ્ટડીમાં લઈને તેની પુછપરછ કરવામાં નહીં આવે. આ કેસમાં મની લોન્ડરિંગ એંગલથી ઇડી અને ડ્રગ્સના એંગલથી એનસીબી તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, સુશાંતના પિતા કે.કે.સિંહે થોડા સમય પહેલા રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના પિતાએ કહ્યું હતું કે, તેમના પુત્રને ઘણા સમયથી ઝેર આપવામાં આવી રહ્યું હતું. તેમણે રિયાને ‘હત્યારી’ પણ કહ્યું હતું. કે.કે.સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કે.કે સિંહે કહ્યું હતું કે. “રિયા લાંબા સમયથી મારા પુત્રને ઝેર આપી રહી હતી. તે ખૂની છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.