હેલ્થ

વજન ઉતારવા માટેની ચીની એક્યુપ્રેશર પદ્ધતિ, શરીરના આ ચાર ભાગને પ્રેસ કરી તમે ઘટાવી શકો છો વજન, વાંચો સાચી રીત

વધતા વજનની સમસ્યા આજના સમયમાં દરેક ઘરની અદંર જોવા મળે છે. કેટલીકવાર આપણું વધારે વજન શરમનું પણ કારણ બને છે તો વધારે વજનના કારણે આપણે ઘણી બીમારીઓને પણ સામે ચાલીને આમંત્રણ આપ્યું હોય તેમ લાગે છે. વજન ઘટાવવા માટે પણ આપણે જિમ, યોગા અને ડાયેટ કરતા હોઈએ છીએ છતાં પણ એ બધું કરીયે ત્યારે જ અસર દેખાય અને પછી હતા એવા ને એવા જ.

Image Source

વધતા વજન સામે કંઈપણ કરીએ કોઈ મોટો ફાયદો તો થતો જ નથી. વધારે વજનના કારણે વધુ કસરત કે યોગા કરવામાં પડતી અગવાળોના કારણે એ બધું આપણે અધવચ્ચે જ છોડી દેવા ઉપર મજબુર બનીએ છીએ. કારણ, મનતો સાથ આપે છે પણ શરીર સાથ નથી આપતું. ખરી વાતને?

Image Source

તો આ સમસ્યાને દૂર કરવા અમે તમારી માટે ચીની એક્યુપ્રેશર પદ્ધતિ લઈને આવ્યા છે જેના દ્વારા આંગળીથી શરીરના ચાર ભાગને જો નિયમિત રીતે માત્ર થોડા સમય માટે દબાવવામાં આવે તો તમારું વજન ઘટી શકે છે.

Image Source

એક્યુપ્રેશરના ફાયદાઓ વિશે તો આપણે સૌજાણીએ જ છીએ. ડોકટરો પણ આપણને કેટલીક તકલીફોમાં એક્યુપ્રેશર કરવાની સલાહ આપતા હોય છે ત્યારે એક્યુપ્રેશર દ્વારા વજન પણ કેવી રીતે ઘટાવી શકાય તે ચીની એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા તમને સમજાવીએ.

Image Source
  1. હોઠ અને નાકની વચ્ચેનો ભાગ:
    આ પદ્ધતિમાં તમારે નાકની નીચે અને ઉપરના હોઠનની મધ્યના ભાગને પોતાની આંગળીથી દબાવવાનો છે. ધ્યાન કેન્દ્રિત કરી અને 2 થી 3 મિનિટ સુધી ત્યાં આંગળીથી દબાણ આપવાનું છે. શરૂઆતમાં ધીમે ધીમે અને પછી  ઝડપ સાથે દબાણ આપતા રહેવું. આ જગ્યા ઉપર એક્યુપ્રેશર કરવાથી વજન ઝડપથી ઓછું થશે. ચાઇનીઝમાં આ પદ્ધતિની સુઈગોઉ સ્પોટ કહેવામાં આવે છે.જો તમે આ પદ્ધતિ રોજિંદા ઉપયોગમાં લો છો તો તમારી મેટાબોલિજ્મ રેટ પણ ઝડપથી વધે છે.

    Image Source
  2. કોણીની પાસે:(ઇનર એલ્બો)
    તમારા હાથને ધીમે ધીમે વાળો, કોણીના જોઇન્ટની નજીક જ તમને એક એક્યુપ્રેશર માટેનો પોઇન્ટ મળી આવશે. આ જગ્યા ઉપર રોજ 2 થી 3 મિનિટ સુધી પોતાના અંગુઠા દ્વારા દબાણ આપો. આ તમારા શરીરના ફંક્શનને યોગ્ય કરે છે. તેનાથી તમારું મેટાબોલિજ્મ રેટ પણ વધે છે અને વજન પણ ઘટે છે.

    Image Source
  3. કાનની નીચેનો ભાગ:
    કાનના નીચેના ભાગને આંગળથી પકડો અને તેને ઉપર નીચે કરતા રહો. ઉપર અને નીચે કરતી વખતે આંગળી દ્વારા થોડું દબાણ પણ આપતા રહો. આ પૉઇન્ટને દરરોજ 2 મિનિટ સુધી દબાવતા રહો. આ પૉઇન્ટને દબાવવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી.

    Image Source
  4. અંગુઠા પાસે:
    એક્યુપ્રેશર માટેનો એક પોઇન્ટ અંગુઠા પાસે પણ હોય છે. અહીંયા પ્રેશર કરવાના કારણે તમારા થાઇરોડ ગ્લેડ્સ યોગ્ય રીતે કામ કરે છે અને તમારું મેટાબોલિજ્મ પણ વધે છે. આ જગ્યા ઉપર તમે 2 મિનિટ સુધી બીજા હાથના અંગુઠા અને આંગળીની મદદથી પ્રેસ કરતા રહેશો તો વધતા જતા વજનમાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
Image Source

તો આ ચાર ભાગને નિયમિત રીતે એક્યુપ્રેશર દ્વારા દબાવવામાં આવે તો તમારું વજન પણ ઘટી શકે છે અને વજન વધવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.