સ્વાદિષ્ટ સ્વામિનારાયણ મંદિરમાં મળે એવી ખીચડી બનાવવાની અનોખી રીત, આજે જ નોંધી લો આ સરળ ને સિમ્પલ રેસિપી…

0

ખીચડી દરેક ઘરોમાં બનતી જ હોય છે, પણ જયારે વાત આવે સ્વામિનારાયણ ખીચડી વિશે તો સ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી મળતી હોય છે એનો સ્વાદ એકદમ જ અલગ હોય છે. સ્વામિનારાયણ ખીચડીમાં બધા જ શાકભાજી અને મસાલાઓ નાખવામાં આવે છે. અને ડુંગળી અને લસણ બિલકુલ નથી હોતા. તેમ છતાં આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ એમાં શાકભાજી હોવાના કારણે આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે જ પૌષ્ટિક પણ હોય છે.

સ્વામિનારાયણના મંદિર જેવી ખીચડી બધાને ભાવે છે તો રેસીપી લખી લો અને બનાવો ઘરે અને વરસાદની સીઝનમાં ગરમ ગરમ ખીચડી અને છાશની મજા લો

સામગ્રી

  • ચોખા 1/2 કપ
  • તુવેર દાળ 1/4 કપ
  • મગ દાળ 1/3 કપ
  • બટાકા 1/2 કપ
  • કોબીઝ 1/2 કપ
  • લીલા વટાણા 1/2 કપ
  • રીંગણ 1/2 કપ
  • ગાજર 1/2 કપ
  • કેપ્સિકમ 1/2 કપ
  • દૂધી 1/2 કપ
  • ઘી 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • ઝીરું 1/2 ચમચી
  • રાય 1/2 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • તજ લવિંગ મરિયા એલચી 2/3 નંગ
  • તમાલ પત્ર 1 નંગ
  • સુકા મરચા 1 નંગ
  • ધાણા ઝીરું પાવડર 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ટામેટું 1 નંગ
  • મીઠુ 1 ચમચી
  • પાણી 3 કપ

રીત

સૌપ્રથમ ચોખા તુવેર મગની દાળને મિક્સ કરીને પલાળી લો પછી એક કુકર લઇ લો એમાં ઘી અને તેલ એડ કરી ઝીરું રાઈ એડ કરો અને હળદર એડ કરી મરચાની પેસ્ટ અને ખડા મસાલા એડ કરી મિક્સ કરી શાકભાજી એડ કરો મિક્સ કરી લો પછી એમાં દાળ ચોખા એડ કરી મિક્સ કરી લો પછી એમાં પાણી એડ કરી મિક્સ કરી લો આ ખીચડી ઢીલી હોય છે એટલે પાણી વધારે રાખવું પછી કુકર બંધ કરી 2 સિટી વગાડી લો પછી ઠંડુ પડે એટલે ઘી રેડી છાશ સાથે સર્વ કરો ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવશે આજે જ બનાવો અને મજા લો

સ્વામિનારાયણ ખીચડી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here