બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો અનુભવી અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અવારનવાર વિવાદોમાં રહે છે. તે ઘણીવાર અમ્પાયર સાથે ગેરવર્તન કરતો જોવા મળે છે અને કેટલીકવાર તો ફેન સાથે પણ ભીડી ચૂક્યો છે. એકવાર તો તેણે પત્ની માટે સ્ટેન્ડ જઇ એક વ્યક્તિને માર્યો પણ હતો. ત્યારે શાકિબ અલ હસનનો તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જે બાંગ્લાદેશી ઓલરાઉન્ડરે આ વીડિયોમાં કર્યું, તેને કારણે કોઇને ઇજા પણ થઇ શકતી હતી. સાકિબનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ગ્રાઉન્ડમાં પીચ પાસે સ્ટાફ સાથે ઉભો છે. ત્યારે ત્યાં ગ્રાઉન્ડ્સમેન આવે છે અને શાકિબ અલ હસનને તેની સાથે સેલ્ફી લેવાનું કહે છે.
જો કે, આ પછી બાંગ્લાદેશી ખેલાડીએ જે કર્યું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તેણે ગ્રાઉન્ડસમેન સાથે ઝપાઝપી કરી અને.. એટલું જ નહીં, શાકિબે ગ્રાઉન્ડસમેનનો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને થપ્પડ મારવાની ધમકી આપી હતી. ખેલાડીના આ વર્તનથી ગ્રાઉન્ડ્સમેન ગભરાઈ ગયો હતો.