IPL પ્લે ઓફ પર ફસાયો પેચ, 4 ટીમો એક જ અંક પર પહોંચી જ્યારે 4નું બહાર થવાનું લગભગ નક્કી…માત્ર 2 ટીમો સુરક્ષિત

રાજસ્થાન રોયલ્સ હજુ પણ નથી કરી શકી પ્લેઓફ માટે ક્વોલિફાઇ, DCને થયો બંપર ફાયદો- સમજો પ્લેઓફનું સમીકરણ

IPL 2024 તેના અંતિમ તબક્કામાં છે. તમામ ટીમોએ ઓછામાં ઓછી 10 મેચ રમી છે અને આવી સ્થિતિમાં પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની રહી છે. અત્યાર સુધી 56 મેચો રમાઈ ચૂકી છે પરંતુ પ્લેઓફ ટીમોના નામ હજુ નક્કી થયા નથી. 10 ટીમોની આ ટુર્નામેન્ટમાં માત્ર 2 ટીમો એવી છે જેના આગળ વધવાનું નિશ્ચિત માનવામાં આવે છે. 4 ટીમો લગભગ બહાર થવાના આરે છે. 4 ટીમના પોઈન્ટ્સની સંખ્યા સમાન છે અને આમાંથી માત્ર 2 ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરશે.

પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, દિલ્હી કેપિટલ્સે કરો-ઓર-મરો મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્લેઓફ સમીકરણને ઉલજાવી દીધુ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 16 પોઈન્ટ પર છે અને રાજસ્થાન રોયલ્સ એટલા જ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ બંને પ્લેઓફમાં પહોંચશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત બીજી બે ટીમો કઇ હશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી. ટોચની બે ટીમોને છોડીને ચાર ટીમોના સમાન પોઈન્ટ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે. દિલ્હીએ સૌથી વધુ 12 મેચ રમી છે જ્યારે અન્ય ટીમોએ એક મેચ ઓછી રમી છે. અન્ય ત્રણ ટીમોની તુલનામાં દિલ્હીની પ્લેઓફમાં જવાની સંભાવના થોડી ઓછી છે, જ્યારે 4 ટીમો લગભગ બહાર થઈ ગઈ છે. બાકીની મેચો જીત્યા પછી પણ મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચશે, તેથી તેના માટે આગળ વધવું શક્ય નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ તેમની બાકીની તમામ મેચો જીતીને પણ 14 પોઈન્ટ પર જ પહોંચી શકશે, જેનાથી વાત નહિ બને. એટલે આ ત્રણેય ટીમો લગભગ બહાર થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 16 પોઈન્ટ છે, અને રાજસ્થાન રોયલ્સના પણ પરંતુ રાજસ્થાનનો નેટ રન રેટ KKR કરતા સારો નથી. બીજાથી છઠ્ઠા સ્થાન પર જે પણ ટીમો છે, તેમની પાસે 12-12 પોઈન્ટ છે, જો કે સારા નેટ રન રેટને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને.

આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ પાંચમા સ્થાને પહોંચી છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સને એક સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને જવું પડ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં સાતમા સ્થાને છે, અને પંજાબ કિંગ્સ આઠમા સ્થાને. મુંબઈ ઈન્ડિયન્સ ભલે પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકૂ હોય પણ આ સિઝનમાં તે નવમા સ્થાને છે. એટલું જ નહીં પહેલી જ સિઝનમાં ખિતાબ પોતાના નામે કરનાર અને ગત વર્ષની રનરઅપ ગુજરાત ટાઇટન્સ છેલ્લા સ્થાને છે.

Shah Jina