CSK ખેલાડીઓએ સેલિબ્રેટ કર્યો બેટ ડોક્ટરનો બર્થ ડે, ધોનીએ પોતાના હાથે ખવડાવી કેક- જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની અને રુતુરાજ ગાયકવાડ સહિત અન્ય ખેલાડીઓએ પ્રખ્યાત ‘બેટ ડોક્ટર’નો બર્થ જે સેલિબ્રેટ કર્યો. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પોર્ટ્સ સ્ટાફ સરવણનને ‘બેટ ડોક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ડ્વેન કોનવેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં ડ્વેન કોનવે સરવણનને ચેન્નાઈ સુપર કિંગ્સનો ‘બેટ ડોક્ટર’ કહી રહ્યો હતો.

રુતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 10 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે મેચ રમશે. આ પહેલા આ ટીમના ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફે ‘બેટ ડોક્ટર’ના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી. ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 12 પોઈન્ટ છે. રુતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હવે આ ટીમની 3 મેચ બાકી છે. શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ ઉપરાંત આ ટીમ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે.

Shah Jina