હોટેલ જેવા ટેસ્ટી શાહી ભીંડાનું શાક બનાવતા શીખો, ફોલો કરો આ રેસિપી

0

શું તમે જાણો છો હોટલમાં ભીંડાનું શાક આટલું ટેસ્ટી કેમ લાગે છે? આપને ઘરે ઘણા પ્રયાસો કરીએ પણ હોટેલ જેવો ટેસ્ટ તો આવે જ નહીં. ફક્ત ૧ વાર નીચે જણાવેલી રીતથી શાક બનાવો મારી 100% ગેરંટી છે તમે આ રીતથી એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તો ચાલો આજે આપણે શાહી ભીંડાનું શાક બનાવવાની રીત જોઈએ.

સામગ્રી

  • 100 ગ્રામ ભીંડા
  • 1 નંગ ડુંગળી( ઝીણી સમારેલી)
  • 1 નંગ ટામેટું (ઝીણું સમારેલું)
  • 1/2 કપ દહીં
  • 1/2 કપ પાણી
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી જીરૂ
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • 1 ચમચી ધાણાજીરૂ નો પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/4 ચમચી ગરમ મસાલો

રીત:

એક કડાઈમાં ૫ થી ૬ ચમચી તેલ નાખીને તેને ગરમ કરી લો. અને ભીંડાને તળવા માટે મૂકો.

ત્યારબાદ ભીંડાને તેલમાં 6 થી 7 મિનિટ તરતા રહો. (કલર બદલાય ત્યાં સુધી) એ ભીંડાને બહાર કાઢી લો અને બચેલા તેલમાં 1 ચમચી જીરૂ અને 1/4 ચમચી હિંગ નાખો. અને જીર નો કલર થોડો બદલાય એટલે તેમાં ડુંગળીને શેકી લો. (3 થી 4 મિનિટ)

ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ એડ કરો અને ધીમી આંચ પર એક મિનિટ શેકાવા દો.હવે તેમાં 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1 ચમચી ધાણાજીરૂનો પાવડર, 1/4 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીને મિક્સ કરી લો. (ધીમી આંચ પર શેકો 2 મિનિટ)

હવે તેમાં ઝીણું સમારેલું ટામેટું નાખો અને ઢાંકી દો. (૪ થી ૫ મિનીટ માટે) ટામેટાને ચમચીથી દબાવી લેવું જેનાથી ગ્રેવી એક થઈ જાય.હવે તેમાં દહીં એડ કરો અને તેને 3 મિનિટ સુધી હલાવતા રહો. (દહીં એડ કરતાં પહેલાં ગેસની આંચ એકદમ ધીમી કરી લેવી.) ત્યારબાદ તેમાં 1/2 કપ પાણી નાખો અને તેને 1 મિનિટ સુધી હલાવતા રહો.

હવે તેમાં તળેલા ભીંડા એડ કરેલો અને 3 થી 4 મિનિટ માટે ઢાંકી દો. હવે છેલ્લે તેમાં 1/4 ચમચી ગરમ મસાલો નાખો અને બરાબર મિક્સ લો.લો હવે તૈયાર છે હોટલ જેવી શાહી ભીંડી.

રીત જોયને જ મોઢામાં પાણી આવી ગયું ને..? તો વિચારો સ્વાદમા કેટલું ટેસ્ટી હશે..? આજે જ આ શાહી ભીંડી બનાવો અને ઘરમાં બધાને ખુશ કરી દો.

Author: GujjuRocks Team (ખ્યાતિ પટેલ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here