રસોઈ

રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા ઘરે બનાવો, ઘરના બધા જ લોકો આ ટેસ્ટી ગ્રીન પુડલાનો અસલ સ્વાદ બે હાથેથી માણશે

આપણે ત્યાં જુદા-જુદા પ્રકારના પુડલા બનતા હશે, બેસનના પુડલા, મેથીના પુડલા, અને ગળ્યા પુડલા અને બીજા કેટલાય પ્રકારના પુડલા. એમાંથી ઘણીવાર આપણને બેસનના પુસલા સિવાય બીજા પ્રકરણ પુડલા બનાવવાની રેસિપી ખબર નથી હોતી એટલે આપણે બનાવતા નથી. પણ આજે હાજર છે તમારા માટે રાજકોટના ફેમસ ગ્રીન પુડલા બનાવવાની રેસિપી, આ રેસિપી નોંધી લો અને આજે જ બનાવજો આ પુડલા –

રાજકોટના ફેમસ ગ્રીન પુડલા બનાવવા માટે જોઈશે –

સામગ્રી –

  • બેસન 11/2 કપ
  • મેથીની ભાજી 3/4 કપ
  • લીલી ડુંગળી 1/4 કપ
  • ડુંગળી 3 ચમચી
  • લીલું લસણ 1/2 કપ
  • ધાણા 1/2 કપ
  • લીલા મરચા 3 નંગ
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • પાણી 1 કપ
  • તેલ શેકવા માટે

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં મેથીની ભાજી, લીલી ડુંગળી, લીલું લસણ, ધાણા, લીલા મરચા, લસણની પેસ્ટ, મીઠુ એડ કરી મિક્સ કરી લો. પછી એમાં બેસન એડ કરી મિક્સ કરી લો. પછી એમાં પાણી એડ કરી મિક્સ કરી મિક્સર તૈયાર કરી લો. બરોબર હલાવી મિક્સ કરી લેવું પછી બહુ જાડું અને બહુ પાતળું નહિ કરવું. એને 10 મિનિટ રેસ્ટ આપવો પછી એક તવો ગરમ કરવા મુકો અને પછી તેલ એડ કરી એમાં ખીરું પાથરી લો. પછી અને બંને બાજુથી શેકી લો અને એવી જ રીતે બધા પુડલા બનાવી લો તો તૈયાર છે રાજકોટના ફેમસ ગ્રીન પુડલા જરૂરથી બનાવજો.

રાજકોટના ફેમસ ગ્રીન પુલડા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.