દિવાળીના તહેવારમાં આ વર્ષે ઘરે બનાવો સુરતની ઘારી અને મહેમાનોને પણ કરાવો ટેસ્ટ, નોંધી લો રેસિપી

0

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગૃહિણીઓ હંમેશા મીઠાઈ અને ફરસાણને લઈને ચિંતા હોય છે. આપણે ઘણીવાર ઘારીટેસ્ટ તો કરી હોય છે. પરંતુ તેની રેસિપી અંગે કોઈ ખબર નથી હોતી. આજે અમે તમને જણાવીશું સુરતની ઘારી વિષે.

આવો જાણીએ સુરતની ફેમસ ઘારી બનાવવાની રીત

સામગ્રી

  • ઘી: 1 ચમચી
  • મોરો માવો: 200 ગ્રામ
  • ડ્રાયફ્રૂટ: 50ગ્રામ
  • એલચી પાવડર: ચપટી
  • કેસર: ચપટી
  • મેંદો: 2 કપ
  • દળેલી ખાંડ: 1કપ
  • ઘી: 2 કપ અને 2/5 કપ તળવા માટે

રીત

  • સૌપ્રથમ એક પેન લઇ લો એમાં 1 ચમચી ઘી એડ કરો અને માવો એડ કરી બરોબર મિક્સ કરી શેકી લો પછી માવો શેકાઈ જાય એટલે એમાંથી ઘી છૂટું પડશે અને માવો પેનથી અલગ પડશે.
  • પછી એમાં ડ્રાયફ્રૂટ મિક્સ કરી કેસર અને એલચી પાવડર એડ કરી મિક્સ કરી લો પછી એને ઠંડુ પડવા મૂકી દો અને લોટબાંધી દો.
  • લોટ બંધાય જાય એટલે ઘી લઇ 2 કપ લઇ એમાં દળેલી 2 ચમચી જેટલી ખાંડ મિક્સ કરી લો અને એને બાજુ પર મૂકી દો પછી માવો લઇ લો અને ગોળ ગોળ પેંડા જેવા સેપ વાળી લો.
  • નાની સાઈઝમાં પછી લોટ લઇ લો અને પૂળીની સાઈઝમાં વણી અને એમાં માવાનો ગોળ સેપ મૂકી એને વાળી લો.પછી એક પેનમાં ઘી મૂકી એને તળી લો.
  • પણ ધ્યાન રાખજો કે ઘારી ડીપ ફ્રાય નથી કરવાની એને ખાલી ચમચા ઉપર મૂકી ને ઘી એના ઉપર રેડી ને તળવાની છે આવી રીતે બધી તળી લો.
  • પછી એના જે આપણે ઘી બાજુ પર મૂક્યું હતું એ લઇ લો અને એના ઉપર લગાવી દો. થોડું વધારે ઘી લગાવજો તો એનાથી ટેસ્ટ સારો આવશે.
  • પછી એને ફ્રીજમાં મૂકી દો ઠરી જશે પછી એનો લુક જોરદાર આવશે જરૂરથી બનાવજો આ રેસિપી કેવી લાગી અમને જણાવજો

સુરતની ઘારી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here