રસોઈ

બનાવો નવા સ્વાદમાં ખીચું, લીલા લસણનું ચટાકેદાર ખીચું, નોંધી લો રેસિપી, અમારી ગેરેન્ટી છે કે બધાને જ ભાવશે

ખીચું કહો કે પાપડીનો લોટ, લગભગ દરેક ગુજરાતીને ભાવે જ છે અને દરેક ગુજરાતીના ઘરમાં બનતું પણ હશે. જયારે પાપડ બનાવવાઈ સીઝન હોય અને પાપડ બનાવવા માટે લોટ બાફવામાં આવે ત્યારે પાપડ બને એના કરતા વધુ ખીચું તો એમ જ ખવાઈ જાય છે. લગભગ દરેક નાના-મોટાને ખીચું પસંદ આવે છે. આ સરળતાથી પચી પણ જાય છે અને મટાભાગે સાંજના નાસ્તા તરીકે ખવાય છે. આજે તમારી માટે લઈને આવ્યા છીએ લીલા લસણનું ખીચું બનાવવાની રીત, નોંધી લો રેસિપી – લીલા લસણનું ખીચું બનાવવા માટે જોઈશે

સામગ્રી

  • પાણી 3 વાડકી
  • ઝીરું 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • અજમો 1/2 ચમચી
  • લીલા મરચા 2/3 નંગ
  • લીલું લસણ 3 ચમચી
  • પાપડ ખારો 1 ચમચી
  • ચોખાનો લોટ 1 વાડકી
  • તેલ 2/3 ચમચી
  • લાલ મરચું, સંચળ મિક્સ 1 ચમચી

રીતસૌપ્રથમ એક પેનમાં 3 વાટકી પાણી એડ કરો
પાણી ગરમ થઈ એટલે એમાં ઝીરું, અજમો એડ કરો અને મીઠું એડ કરી મિક્સ કરી લો
પાણી ગરમ થઈ એટલે એમાં લીલા મરચા, ખારો, લીલું લસણ એડ કરી મિક્સ કરી લો
પછી એમાં ચોખાનો લોટ એડ કરી બરોબર હલાવી મિક્સ કરી લો
બરોબર મિક્સ થઈ જાય પછી એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લો
અને 5/7 મિનિટ સ્ટીમ કરી લો તો તૈયાર છે લીલા લસણનું ખીચું
પછી એને તેલ અને લાલ મરચું એડ કરી સર્વ કરો જરૂરથી બનાવજો

લીલા લસણનું ખીચું બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.