આપણા દેશમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જુદા-જુદા તહેવારો નિમિતે જુદી-જુદી ભોજનની વાનગીઓ પણ બને છે. એમાં પણ હોળીનો તહેવાર હોય અને રંગોની સાથે સાથે ખાવામાં જુદી-જુદી વાનગીઓ મળી જાય તો તેનો આનંદ જ અનોખો હોય છે. ત્યારે જો અમને પણ આ હોળી પર કોઈ અલગ વાનગી બનાવવી હોય તો આજે તમારી માટે લઈને આવ્યા છીએ જુવારની ધાણીનો ચેવડો બનાવવાની રેસિપી લઈને, તો નોંધી લો અને આજે જ બનાવી લેજો –
સામગ્રી
- જુવારની ધાણી 100 ગ્રામ
- સીંગદાણા 3 ચમચી
- દાળિયા 2 ચમચી
- કાજુ/બદામ 2 ચમચી
- લીમડી 3/4 નંગ
- લીલા મરચા 2 નંગ
- તેલ 2 મોટી ચમચી
- હિંગ ચપટી
- મીઠું 1 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
રીત
સૌપ્રથમ જુવારની ધાણીને ચાળી લો પછી તાપમાં શેકી લો પછી એક પેન લઇ લો એમાં તેલ મૂકી સીંગદાણા, લીમડી, દાળિયા, કાજુ, બદામ, લીલા મરચા શેકી લો
પછી એમાં હિંગ, હળદર, મીઠું એડ કરી મિક્સ કરી લો એમાં જુવારની ધાણી એડ કરી મિક્સ કરી લો
અને ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લો બરોબર મિક્સ થઈ જાય પછી ઉપરથી દળેલી ખાંડ એડ કરી ફરી બરોબર મિક્સ કરી લો
તૈયાર છે જુવારની ધાણીનો ચેવડો હોળીમાં જરૂરથી બનાવજો
જુવારની ધાણીનો ચેવડો બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.