તહેવારોમાં બનાવો ઇન્સ્ટન્ટ બાસુંદી 5 મિનિટમાં, તદ્દન અલગ રીતે બાસુંદી બનાવવાની રેસીપી નોંધી લો

0

જે લોકોને ગળ્યું ખાવું ગમે છે એ લોકો માટે આજે એક અનોખી રેસિપી હાજર છે જે છે 5 મિનિટમાં બાસુંદી બનાવવાની રેસિપી. આ એક પ્રકારની મીઠાઈ છે, જે ગુજરાતમાં તહેવાર કે કોઈ બીજા શુભ પ્રસંગોએ ખાવામાં આવે છે. આજે તમારા માટે એવી રીત હાજર છે કે જે રીતે તમે ખૂબ જ સરળતાથી માત્ર ગણતરીની મિનિટોમાં જ બનાવી શકો છો. આ બનાવવા માટે તમારે કહો ખાસ અવસરની રાહ પણ જોવી નહીં પડે. તો આજે જ બનાવો અને ખવડાવો તમારા ખાસ લોકોને. નોંધી લો રેસિપી –

સામગ્રી –

  • દૂધ 500 મિલી
  • ખાંડ 2/3 ચમચી
  • ડ્રાયફ્રૂટ 2 ચમચી
  • કાજુ કતરી અને માવાની બરફી 3 થી 4 નંગ

રીત – 

સૌપ્રથમ મીઠાઈને મિક્સરમાં એડ કરી એમાં 1/2 કપ જેટલું દૂધ એડ કરી મિક્સરમાં પીસી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો પછી એને દૂધમાં એડ કરી મિક્સ કરી લો પછી એમાં ખાંડ એડ કરી દૂધને ગરમ કરવા મુકો 5 થી 7 મિનિટ ગરમ થવા દો ધીરે ધીરે જાડું થવા માંડશે પછી એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી મિક્સ કરી લો પછી ઠંડી થવા દો પછી સર્વ કરો તૈયાર છે ઈન્સ્ટંટ બાસુંદી આજે જ બનાવો.

ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here