દિવાળી સ્પેશિયલ રેસિપી: મેંદા વગર બનાવો ફરસી પુરી સ્વાદિષ્ટ અને તદ્દન અનોખી રીતે…

1
6

દિવાળી નજીક જ છે ત્યારે દરેક ગુજરાતીઓના ઘરે નાસ્તાઓ બનાવવાની તૈયારી પણ શરુ થઇ ગઈ હશે. તો જે વાનગી વિના આપણી દિવાળી અધૂરી માનવામાં આવે છે, એવી વાનગીની રેસિપી આજે જાણીશું. વાત થઇ રહી છે ફરસી પુરીની, ફરસી પુરી એક ક્રિસ્પી પુરી હોય છે, જેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. ગુજરાતીમાં ફરસીનો અર્થ ક્રિસ્પી થાય છે એટલે નામ અનુસાર આ પુરી પણ ક્રિસ્પી જ હોય છે. ક્રિસ્પી હોવાની સાથે જ આ પુરી મોઢામાં નાખતાની સાથે જ ઓગાળી પણ જાય છે. ચાની સાથે આ પુરી ખાવાની ઘણી મજા આવે છે. તો ચાલો નોંધી લો ફરસી પુરી બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • રવો 1/2 કપ
  • મલાઈ 2 ચમચી
  • મારી પાવડર 2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • હળદર પાવડર 1/4 ચમચી
  • ઘી 1 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ ઘઉંનો લોટ અને રવાના લોટને મિક્સ કરી લો પછી એમાં મલાઈ એડ કરી મિક્સ કરી લો પછી મરી પાવડર, મીઠુ, હળદર, ઘી, ઝીરું બધું એડ કરી કઠણ લોટ બાંધી લો જેમ પુરીનો લોટ બાંધીએ છીએ એમ જ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે એને 15 મિનિટ સુધી રેસ્ટ આપો. પછી નાની-નાની પુરી વણી લો અને તે વધુ ક્રિસ્પી થાય એ માટે તેમાં ચપ્પુથી નાના-નાના કાપા કરી લો. પછી તેલને ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ એટલે બધી જ પુરીઓ તળી લો લાલ થાય ત્યાં સુધી તળી લો અને ક્રિસ્પી થઈ જાય એટલે કાઢી લો તૈયાર છે ફારસી પુરી. બનાવો આ દિવાળીમાં નાસ્તો

ફરસી પુરી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here