પહેલાના સમયમાં કાર લક્ઝરી ગણાતી હતી, જયારે હવે કાર જરૂરિયાત બનીને રહી ગઈ છે. પહેલા પણ જયારે કાર ન હતી, ત્યારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરતા જ હતા, અને બચત થતી હતી, પણ હવે કાર લઈને લોકો પ્રદુષણ પણ વધારે છે અને ખર્ચો પણ વધુ કરે છે. એમાં પણ હવે લોકો લોન લઈને કાર ખરીદે છે.
ત્યારે શું તમને લાગે છે કે કાર ખરેખર ખરીદવી જોઈએ? શું કાર એક જરૂરિયાત છે? લોન લઈને કાર ખરીદવી અને પછી તેની મૂળ કિંમત કરતા વધુ પૈસા ચૂકવવા શું વ્યાજબી છે? કારણ કે લોન ભરો અને તેનું વ્યાજ ભરો એટલે કારની મૂળ કિંમત કરતા કાર તમને મોંઘી પડે. જયારે દેખીતું છે કે સેકન્ડ હેન્ડ ગાડી તમને નવી ગાડી કરતા સસ્તામાં જ મળશે.

નવી કાર ખરીદી લીધા પછી પણ તેના ખર્ચા પુરા નથી થતા, તેનું આરટીઓ પાસિંગ, લાઇસન્સિંગ ફી, ઇન્સ્યોરન્સ, એક્સેસરીઝ વગેરે આ કુલ મળાવીને તમારો તો દેવાળો જ ફૂંકાઈ જાય.
એક તો ગાડી ખરીદવા માટે લોન લઈને રાખી હોય અને પછી આ બીજો બધો ખર્ચો એટલે કુલ મળીને નવી ગાડી ખૂબ જ મોંઘી પડે. અને પછી એમાં આ મોંઘવારીમાં મોંઘુ ઇંધણ ભરાવો એટલે દુકાળમાં અધિકા માસ જેવી સ્થિતિ આવી જાય છે.
પાછું જયારે આ ગાડી જૂની થાય એટલે મેન્ટેનન્સનો ખર્ચ અને એની સર્વિસીંગના ખર્ચ, ટાયર બદલવાના ખર્ચ વગેરે પણ થાય જ છે. જયારે સેકન્ડ હેન્ડ ગાડી લઈએ તો એમાં આરટીઓ પાસિંગ અને બીજા ખર્ચા તો બચે જ છે. એટલે ટૂંકમાં કહીએ કે જો તમે નવી ગાડી ખરીદશો તો તમને વધુ ચિંતા રહેશે અને જૂની ગાડી ખરીદશો તો ચિંતા ઓછી રહેશે.

કાર એવી વસ્તુ છે કે જેની કિંમત ક્યારેય વધવાની નથી, પણ ઘટવાની જ છે. જેવી કાર શો રૂમમાંથી બહાર આવશે એવી જ તેની કિંમત ઘટી જાય છે. આયરાએક તો એવો સમય આવે છે કે જયારે તમારે પોતાની કાર વેચવી પડે છે ત્યારે તમને ખબર પડે છે કે તમારી કારની કિંમત કેટલી ઘટી ગઈ છે.
નવી ગાડીને ઘસારો વધુ લાગે એટલે તેની કિંમત જલ્દી ઘટે, જયારે તમે સેકન્ડ હેન્ડ ગાડી ખરીદો અને પછી જયારે તેને વેચવાનો વારો આવે ત્યારે તમને સમજાશે કે તેમને કોઈ વધુ નુકશાન નથી થયું. એક વેબસાઈટ અનુસાર, નવી ગાડીઓની કિંમત 1 વર્ષની અંદર 20થી 50 ટકા જેટલી ઘટી જાય છે. એટલે ગાડી ગમે તેટલી સારી કન્ડિશનમાં હોય તો પણ તેની આખી કિંમત તમને ક્યારેય નહિ મળે.

જો આ બધો જ ખર્ચો જોવા જઈએ તો નવી ગાડી લો એના કરતા તો તમને કેબ સસ્તી જ પડે છે, કારણ કે એમાં તમારે ફક્ત પૈસા આપવાના જ રહે છે. તમારે એના મેન્ટેનન્સની ચિંતા કે લોન ભરવાની ચિંતા કે ઇંધણ ભરવાની ચિંતા કે રસ્તા પર ધ્યાન આપીને ડ્રાઈવ કરવાની ચિંતા પણ નથી કરવાની રહેતી. આ સિવાય પાર્કિંગ કરવાની ચિંતાથી પણ મુક્તિ મળી જાય છે. એટલે કુલ મળાવીને કેબ કે રીક્ષા સસ્તી જ પડે છે.

આ સિવાય જો બીજા ફાયદાઓ ગણાવીએ તો નવી ગાડીઓ ચોરના નિશાન પર રહેતી હોય છે, જયારે તમે જૂની ગાડી ખરીદશો તો તમને આ ચિંતાથી પણ મુક્તિ મળી જશે. આ સિવાય નોંધનીય છે કે તમે ઓછા રૂપિયા આપીને વધુ મેળવવાના છો.
કારણે કે જો તમે નવી ગાડી ખરીદો તો ઉપર જણાવ્યા પ્રમાણે ખર્ચા વધી જશે અને જો તમે જૂની જ ગાડી ખરીદશો તો ઘણા ખરા ખર્ચા તમારા બચી જશે. આ સિવાય બચેલી રકમ તમે બેંકમાં મૂકી દો, કે બીજે કશે ઈન્વેસ્ટ કરશો તો તમને વર્ષે-બે વર્ષે રિટર્ન મળશે જયારે ગાડી પર તો ઘસારો લાગી જશે એટલે મૂળ રકમ મળવાના ચાન્સીસ તો નથી જ.

બીજી વાત કે સેકન્ડ હેન્ડ ગાડીઓ વધુ વિશ્વસનીય હોય છે. તમને થશે કે આવું કેવી રીતે બની શકે? પણ તમે જ જુઓને કે એક વ્યક્તિએ કોઈ ગાડી વધુ વર્ષો સુધી વાપરી છે, તો એ ગાડી લાંબી ચાલતી જ હશે, અને એના રેટિંગ્સ પણ સારા જ હશે.
આમ પણ કોઈ કાર જેમ જેમ જૂની થતી જાય છે, એ પછી જ તેના મોડલની વેલ્યુ અને રેટિંગ્સ વધે છે. બાકી જો ગાડી બજારમાં નવી જ લોન્ચ થઇ છે,
તો એના રીવ્યુ તો હજુ આવવાના બાકી જ હશે, કારણ કે કાર વપરાય એ પછી જ તેના રીવ્યુ આપી શકાય છે કે કાર કેવી છે. તો તમે જૂની ગાડી ખરીદો તો તમને ખબર જ છે કે આ ગાડી લાંબી ચાલશે. અને ઇન્ટરનેટ પર પણ તમને આ ગાડીના સારા રીવ્યુસ મળી જશે.
View this post on Instagram
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks