ફિલ્મી દુનિયા

ડ્રગ કેસમાં ઝપટે ચડેલી રિયા જેલમાંથી છૂટી જતા આ 4 સેલિબ્રિયટીઓ ખુશખુશાલ થયા

શરમજનક કહેવાય પણ, રિયા જેલમાંથી છૂટી જતા આ 4 સિતારાઓને જલસા પડી ગયા

બુધવારનો દિવસ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ફેન્સ માટે ખાસ છે. ડ્રગ્સ મામલે એક્ટ્રેસને બોમ્બે હાઇકોર્ટએ જામીન આપ્યા છે. રિયાની ગત મહિને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સનું સેવન અને લેવડ-દેવડના આરોપને લઈને ધરપકડ કરી હતી. એક્ટ્રેસને જામીન મળતા જ બૉલીવુડના ઘણા સિતારાઓએ પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશક અનુભવ સિંહાએ રિયા ચક્રવર્તીને જામીન મળ્યા બાદ તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, આખરે જામીન મળી ગયા.

તો એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાજદાને તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રિયાને જામીન મળ્યા પર ખુશી વ્યક્ત કરી હતી.

એક્ટ્રેસ તાપસી પન્નુએ પણ ટ્વીટર પર તેની પ્રતિક્રિયા આપી હતી. તાપસી પન્નૂએ લખ્યું હતું કે, આશા રાખું છું કે આશા રાખું છું કે જેલની અંદર રિયા ચક્રવર્તીનો સમય બહુ જ લોકોના અહેસાનનો શિકાર બન્યો છે. જેને સુશાંતના ન્યાયના નામ પર પોતાના વ્યક્તિગત એજન્ડાને પુરા કર્યા. પ્રાર્થના કરું છું કે આગળનું જીવન ખરાબ ના થાય. જિંદગી અનફેર છે પરંતુ તે ખતમ નથી થઇ.

આ સિવાય ઘણા ફિલ્મી સિતારાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વીટર પર રિયા ચક્રવર્તીના જામીન પર ખુશી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે, બોમ્બે હાઇકોર્ટએ રિયા ચક્રવર્તી સિવાય દીપેશ સાવંત અને સૈમુઅલ મિરાંડાને પણ જામીન આપ્યા છે. રીયાનો ભાઈ શૌવિક અને અબ્દુલ બાસિત પરિહાર જેલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.