ખબર જીવનશૈલી

રાનુ મંડલની દીકરીનો મોટો ખુલાસો, 10 વર્ષ પહેલા આ કારણને લીધે છોડી દીધો હતો મા નો સાથ

તાજેતરમાં ‘એક પ્યાર કા નગમાં હૈ’ ગીતના વિડીયો દ્વારા ધમાલ મચાવનારી રાનુ મંડલની દીકરી એલિજાબેથ રૉયનો પણ અમુક દિવસો પહેલા ખુલાસો થયો હતો. મળેલી જાણકારીના આધારે એલિજાબેથ રાનુ મંડલને 10 વર્ષ પહેલા જ છોડીને ચાલી ગઈ હતી. રાનુના ફેમસ થવાની સાથે જ એલિજાબેથ તેને મળવા માટે પહોંચી હતી. એવામાં હવે એલિજાબેથે માં રાનુને એકલા છોડવાની પાછળના કારણનો ખુલાસો કર્યો છે.

Image Source

ઇન્ટરવ્યૂમાં એલિજાબેથે પોતાની માં સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા. એલિજાબેથે કહ્યું કે તેને ઘણા સમય સુધી માં ને છોડવા પર ધમકી મળતી રહી હતી જેને લીધે તેણે માં ને છોડવાનો નિર્ણય લીધો હતો.

Image Source

એલિજાબેથે જણાવ્યું કે,”મને ખબર ન હતી કે મારી માં રેલવે સ્ટેશન પર ગીતો ગાય છે. હું તેને વધારે મળી શકતી પણ ન હતી. હું અમુક દિવસો પહેલા કલકતાથી ધર્મતલા ગઈ હતી. જ્યાં મેં માને એક બસ સ્ટેન્ડ પર બેઠલી જોઈ હતી હું તરત જ તેની પાસે ગઈ અને તેને 200 રૂપિયા આપીને ઘરે જવા માટેનું કહ્યું”.

Image Source

રાનુના ફેમસ થવા પર જ્યારે એલિજાબેથ તેને મળવા માટે ગઈ તો તેની ખુબ આલોચના કરવામાં આવી હતી તેના પર તેણે જણાવ્યું કે,”માં ના ચારે બાળકો માંથી હું જ એક એવી હતી જે તેનું ધ્યાન રાખતી હતી. હું તેને અંકલના એકાઉન્ટ થી 500 રૂપિયા મોકલ્યા કરતી હતી. મારા છૂટાછેડા થઇ ગયા છે અને હું સુરીમાં કરિયાણાની દુકાન ચલાવું છું અને મારા ચાર વર્ષના બાળકનું પણ ધ્યાન રાખી રહી છું”.

Image Source

એલિજાબેથે આગળ કહ્યું કે,”મેં ઘણીવાર કોશિશ કરી કે મારી સાથે માં રહેવા માટે આવે પણ તે ના માની. હવે જનતા મારા પર આરોપ લગાવી રહી છે. માં એ બે વાર લગ્ન કર્યા છે જેમાં તેના પહેલા પતિ મારા પિતા હતા. અમુક વર્ષો પહેલા જ તેનું નિધન થયું હતું. તેના બીજા પતિના બાળકો કદાચ મુંબઈમાં રહે છે એન તેના પતિ પણ જીવિત છે”.

Image Source

જણાવી દઈએ કે રાનુએ હિમેશ રેશમિયા સાથે ત્રીજું ગીત પણ રેકોર્ડ કરી લીધું છે. જેનો વીડિયો પણ ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રાનુના અંદાજને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks