ખબર

અંબાજી અકસ્માત મામલો : પુત્ર અને પૌત્રના મૃતદેહને જોઈને આઘાત પામેલા પિતાએ પણ અનંતની વાટ પકડી

ગત સોમવારે સાંજે ત્રિશૂળીયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 23 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ત્યારે આ અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે માનવવઘ્નો ગુનો દાખલ કર્યો હતો.

Image Source

આ દુર્ઘટના તમામ હતભાગીઓ આણંદ જિલ્લાના વિવિધ ગામના હતા. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી, કંથારિયા, સુંદણ, પામોલ અને કસુંબાડ ગામના રહીશોનો સમાવેશ થાય છે. 22 હતભાગીઓના મોત બાદ ગામમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ આણંદના ખડોલમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

મૃતકોના પરિજનોના હૈયાફાટ રૃદનથી ગમગીનીભર્યા માહોલ સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહો એમ્બ્યુલન્સ દ્વાઈએ ખડોલ ગેઈમ પહોંચાડવામાં આવી રહ્યા છે. ધીરે-ધીરે મૃતદેહો આવતા વાતાવરણ હૈયાફાટ રુદનથી ગુંજી ઉઠયું હતું. તમામ હતભાગીઓના પરિજનોનને સાંત્વના પાઠવા સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઘરે પહોંચ્યા હતા.
હતભાગીઓમાં બોરસદ તાલુકના પામોલના પિતા-પુત્ર મોતને ભેટ્યા હતા. આ બંનેના મૃતદેહમંગળવારે માદરે વતન લઇ આવવામાં આવ્યા હતા. ત્યારે આ સમયે 67 વર્ષીય શનાભાઈ ચતુરભાઈ ઠાકોર પુત્ર અને પૌત્રનો મૃતદેહ જોઈને આઘાતમાં સરી પડતા શુક્રવારે તેમનું પણ મોટ નીપજ્યું હતું. એક ઘરના ત્રણ પેઢીના પુરૂષોનું મૃત્યુ થતા ઉદાસીનતા છવાઈ ગઈ હતી. હાલ તો હવે આખા પરિવારમાં માતા-પુત્રી જ રહ્યા છે.

આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની આર્થિક સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કરી છે. આ મામલે દાંતા પોલીસે ડ્રાઈવર સામે કલમ 304 વિરુદ્ધ માનવવધનો ગુન્હો દાખલ કરેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Author: thegujjurocks.in

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.