છેલ્લા કેટલાય સમયથી રામ મંદિરના નિર્માણ માટેના પ્રયાસો થઇ રહ્યા હતા, અને હવે કોર્ટના હુકમ બાદ રામ મંદિરના નિર્માણની પણ તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે, મંદિરના નવા મોડેલની અંદર ઘણા બદલાવ પણ જોવા મળશે, 1988માં બનેલી ડિઝાઇનમાં કેટલાક મોટા બદલાવો કરવામાં આવ્યા છે.

મંદિરના આર્કીટેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં છેલ્લે નક્કી કરવામાં આવેલી ઊંચાઈ કરતા પણ વધારે ઊંચાઈ આપવામાં આવી રહી છે. હવે મંદિર 161 ફૂટ ઊંચું બનશે, છેલ્લી ડિઝાઇનમાં મંદિરની ઊંચાઈ 141 ફૂટ નક્કી કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે મંદિરનું નિર્માણ 5 ઓગસ્ટના રોજ ભવ્ય ભૂમિ પૂજન સાથે શરૂ થશે, જેની અંદર પ્રધાનમંત્રી મોદી અને કેટલાક ખાસ વિશેષ મહેમાનોને બોલાવવામા આવશે, જેની અંદર પીએમ મોદી મંદિરની પહેલી ઈંટ મુકશે.

મંદિર નિર્માંણમાં ત્રણથી સદા ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. નવી ડિઝાઇન અનુસાર રામ મંદિર ત્રણ માળનું બનશે, તેની ઊંચાઈને પણ 20 ફૂટ વધારવામાં આવી છે. મંદિરના આર્કીટેક દ્વારા જણાવવામાં આવ્યું કે: “વર્ષ 1988માં મંદિરની ડિઝાઇન બનાવવામાં આવી હી, હવે એ વાતને 30 વર્ષ વીતી ગયા છે અને એટલા માટે સમયની સાથે એનો વિસ્તાર પણ વધશે, લોકો મંદિરમાં આવવા માટે ઘણા જ ઉત્સાહિત છે, એટલા માટે અમે વિચાર્યું કે સાઈઝ વધારવી જોઈએ, અને જેના કારણે અમે તેને 141 ફૂટથી 161 ફૂટ કરવાનો નિર્ણય કર્યો છે.”

તેમને આગળ જણાવતા કહ્યું કે: “જે થાંભલા અને પાથત્રો ઉપર જૂની ડિઝાઇન હતી તેને નષ્ટ કરવામાં નહિ આવે પરંતુ તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે. તેની અંદર બે મંડપ જોડવામાં આવશે.”
નિખિલ દ્વારા કહેવામાં આવ્યું કે “આ તેમના માટે ગર્વની વાત છે કે મંદિરની ડિઝાઇનિંગ અને જવાબદારી અમને આપવામાં આવી છે.” સાથે જ તેમને એમ પણ જણાવ્યું કે 3.5 વર્ષમાં મંદિર શ્રદ્ધાળુઓ માટે તૈયર થઇ જશે.

તેમને એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન બાદ નિર્માણ કાર્ય શરૂ થઇ જશે, એલ એન્ડ ટી ટિમ મશીનરી અને આવશ્યક મટીરીયલ સાથે નિર્માણ સ્થળ ઉપ્પર પહોંચી ગઈ છે. અયોધ્યામાં રામ મંદરીના ભૂમિ પૂજન માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઓગસ્ટમાં બે તારીખો આપવામાં આવી છે. ટ્રસ્ટ ધ્વરા 3 અને 5 ઓગસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂમિ પૂજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.