રાખી સાવંત છેલ્લા થોડા સમયથી ગુપુચુપ રીતે કરેલા લગ્નને કારણે ચર્ચામાં રહે છે. તો બીજી તરફ દેશ દુનિયાની કોઈ પણ મોટી ખબર પર રાખી સાવંત તેના નિવેદનને કારણે હલચલ મચાવી દે છે. હાલમાં જ રાખી સાવંતે પૂર્વ મંત્રી અરુણ જેટલીને લઈને એવું કહ્યું કે જેને જાણીને તમારા હોંશ ઉડી જશે.
રાખી સાવંતે તેની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, અરુણ જેટલીના નિધન મામલે તેને પહેલાથી જ ખબર હતી. રાખીએ 10 દિવસ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. જણાવી દઈએ કે, શનિવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનું દિલ્લીની એમ્સમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
View this post on Instagram
અરુણ જેટલીને 8 ઓગસ્ટથી એમ્સમાં દાખલ કર્યા હતા. તેઓની તબિયત લગાતાર બગડતી જતી હતી. અરુણ જેટલીના નિધન પર બોલીવુડના સિતારાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે રાખીએ એક વિડીયો પોસ્ટ કરીને અરુણ જેટલીના નિધનને સનસનીખેજ ખબર બનાવી દીધી હતી.
View this post on Instagram
રાખી સાવંતના એક વીડિયોના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. રાખી સાવંતે આ વીડિયોમાં દાવો કર્યો હતો કે, જેટલીના નિધનની ખબર તેને પહેલાથી પડી ગઈ હતી.
રાખીએ વધુમાં કહ્યું હતું કે, ભગવાનને તેવી તાકાત તો આપી છે કે, જેનાથી તેને ઘણી વસ્તુ વિષે પહેલાથી જ ખબર પડી જતી હોય છે. વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે. જેટલીજી આપણા બીજેપી નેતા છે. હવે તે આપણી વચ્ચે નથી રહ્યા. મેં 10- દિવસ પહેલા જ કહી દીધું હતું.
રાખીએ વધુમાં કહ્યું હતું કે, ઘણી વાર મને આવા સપના આવતા હોય છે. મને ખબર પડી જાય છે. ભગવાનનો આભાર કે તેને મને આવી તાકાત આપી છે. મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે, ભગવાન તેના આત્માને શાંતિ આપે. જેટલી જ તેની પોટલીમાં સારું બજેટ રાખ્યું હતું. આખું હિન્દુસ્તાન તેને યાદ રાખશે.
જોવા જઈએ તો ખબર તો એ પણ આવી રહી છે કે રાખીને લગ્ન તૂટી ગયા છે. પરંતુ આ ખબર કેટલી સાચી છે તે તો આવનારો સમય જ બતાવશે.
View this post on Instagram
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks