રાજકોટમાં યુવતીએ યુવકને રાત્રે એકાંત માણવા માટે બોલાવ્યો, પછી યુવક સાથે જે થયું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

રાજકોટમાં છોકરીએ યુવકને કહ્યું ‘તું મને બોવ ગમે છે, ચાલ એકાંતમાં મળીએ પછી જે થયું તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે જેને જાણીને આપણા પણ હોશ ઉડી જાય. ઘણી યુવતીઓ યુવકોની ગંદી ચાલમાં ફસાઈ જતી હોય છે તો ઘણી યુવતીઓ પણ યુવકોને પોતાનો શિકાર બનાવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.) આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ યુવકને મોડી રાત્રે એકાંત માણવા માટે બોલાવ્યો અને પછી તેની સાથે જે થયું તે ક્યારેય તેને સપનામાં પણ નહોતું વિચાર્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જામનગર રોડ ઉપર અવધમાં રહેતા અને નામની સિક્યોરિટી એજન્સી ચલાવતા રમણ નામના યુવક ઉપર 10 તારીખની રાત્રે અઢી વાગે એક યુવતીનો ફોન આવ્યો હતો જેને પોતાની ઓળખ મનીષા નામે આપી હતી.

રાત્રે જ તે યુવકને યુવતીએ  મીઠી મીઠી પ્રેમ ભરેલી વાતો કરી હતી અને તેને રાત્રે જ તે યુવકને એકાંત માણવાની લાલચ આપી અને માધાપર ચોકડી પાસે મળવા માટે બોલાવ્યો હતો. વાસનામાં ઘેલા બનેલો યુવક પણ રાત્રે સવા ત્રણ વાગ્યાની આસપાસ માધાપર ચોકડી પહોંચ્યો હતો, ત્યાં તેને તે યુવતી પણ મળી અને યુવતી જણાવ્યું કે તેની એક ફ્રેન્ડનું ઘર ખાલી છે ત્યાં આપણે જઈએ અને યુવક પણ તૈયાર થઇ ગયો યુવકની બાઈક પાછળ બેસીને યુવતીની ફ્રેન્ડના ઘરે જવા માટે નીકળી ગયા.

યુવક અને યુવતી બંને જ્યારે મોરબી રોડ ઉપર આવેલી અતિથિ દેવો ભવ હોટલ પાસે પહોંચ્યા ત્યારે યુવતીએ લઘુશંકા કરવા જવાનું  માટે કહ્યું. યુવકે બાઈક રોકી અને યુવતી લઘુશંકા કરવા માટે ગઈ. પરંતુ આ બધું યુવતીના એક પ્લાનનો જ ભાગ હતો.

યુવતીના ગયા બાદ નક્કી કરેલા પ્લાન પ્રમાણે જ ત્રણ વ્યક્તિઓ યુવક પાસે ઘસી આવ્યા અને તેને ગાળો બોલી અને જણાવવા લાગ્યા કે તે તેમની બહેનને લઈને કેમ ફરે છે. આવેલા ત્રણ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ યુવતીને લઈને ચાલ્યો ગયો જયારે બીજા બે યુવકો યુવકને બાઈક ઉપર વચ્ચે બેસાડી અને બેડી તરફ લઇ ગયા હતા.

બેડી તરફ એક ઓરડીમાં તે યુવકને લઈ જઈ અને આ મામલો પૂર્ણ કરવા માટે રૂપિયા 2.50 લાખની માંગણી કરી હતી અને જો યુવક પૈસા ના આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવકે ચાલાકી વાપરી અને જણાવ્યું કકૅ તેના એટીએમમાં થોડા રૂપિયા પડ્યા હશે એમ કહીને ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલ પંપ પાસે આવેલા એટીએમમાં બંને યુવકોને લઇ ગયો. જ્યાં આગળ મોકો મળતા જ બંને લોકોને ચકમો આપી અને યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટના બાદ ગુરુવારના રોજ યુવકે યુવતી મનીષા અને તેના સાથીદાર ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો બીજો એક આરોપી અને યુવતી હજુ ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Niraj Patel