ખબર

રાજકોટ : પતિએ પોલીસની હાજરીમાં પત્નીને જોરદાર થપ્પડ ઝીંકી દીધી, કારણ જાણીને હોંશ ઉડશે

ગુજરાતમાં રાજકોટ સહિત ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ લાદવાની પરિસ્થિતિને એક અઠવાડિયું જેટલું થઇ ગયું છે. હવે છેલ્લા એક અઠવાડિયાથી આ ચારેય મહાનગરોમાં કરફ્યુ ભંગ ના હજારોની ગુના નોંધાયા ચુક્યા છે. તો બીજી તરફ બાજુ રાત્રી કર્ફ્યુ નો ભંગ કરનાર કેટલાક નબીરાઓને પોલીસે મેથીપાક ચખાડયા હોવાની વાત પણ સામે આવી રહી છે. હાલ રાજકોટમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસની સામે ખુદ પતિએ જ પત્નીના મોર બોલાવ્યા હોવાનો વિડિયો હાલ ઇન્ટરનેટ પર ધૂમ વાઇરલ થયો છે.

બન્યું કઈંક એમ કે, એક કપલે માસ્ક પહેર્યું ન હતું અને આ બાબતે દંડ ભરવા મામલે પોલીસવાળા સાથે બબાલ ચાલતી હતી. માસ્ક પહેર્યુ ન હોવાથી પત્નીએ પોલીસ સાથે રકઝક પણ હતી. પત્નીએ સાહેબને કહ્યું કે, મારું માસ્ક પડી ગયું છે. મારી પાસે દુપટ્ટો પણ નથી કે બાંધી દઉં. નથી ચુંદડી કે ક્યાંક શુ બાંધુ. ખોવાઈ ગયું છે, અને દુકાનો પણ બંધ છે તો અત્યારે ક્યાં લેવા જાઉં. પોલીસે માસ્ક માટે દંડની માંગણી કરી તો પછી આગળ બોલ્યા કે, એમ કઁઈ 1000 રૂપિયા થોડા મફતના આવે છે.

આ ચાલતું હતું ત્યાં જ પતિએ પત્નીને શાંત રહેવાનું કહ્યું અને પતિએ સપોર્ટ કરતા કહ્યું કે, કરફ્યૂ છે તેથી આ લોકો સાચા છે. પછી પત્નીએ પોલીસ સાથે રકઝક પર ઉતરી આવી હતી. છેલ્લે પત્ની શાંત ન થતા પતિએ તેને બધાની સામે લાફો લગાવ્યો હતો. બંને જાણ વચ્ચે મામલો બિચકતા પોલીસ વચ્ચે પડી હતી, અને બંનેને જવા દીધા હતા.