રાજકોટ : સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનાર આરોપીને કોર્ટે ફટકારી ખતરનાક સજા, ધ્રુજી ઉઠશો

કાન ખોલીને સાંભળી લેજો સગીરા સાથે સંબંધ બનાવનાર હવસખોરો, આ નરાધમને કોર્ટે એવી સજા ફટકારી કે હાજા ગગડી જશે

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં માત્ર મહિલાઓ કે યુવતિઓ નહિ પણ સગીરાઓને પણ નિશાન બનાવવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2020માં એક ઘટના સામે આવી હતી, જેમાં 14 વર્ષિય સગીરા સાથે એક નરાધમે દુષ્કર્મની કર્યુ હતુ અને હવે આ મામલે કોર્ટે આરોપીને આકરી સજા ફટકારી છે. હેવાન આરોપીને કોર્ટ દ્વારા અંતિમ શ્વાસ સુધીની જેલની સજા અને પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

આ આરોપીએ 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2020માં મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટના આણંદપર બાઘી ગામે ખેત મજૂરી અર્થે આવેલા પરિવારની 14 વર્ષની દીકરી સાથે મધ્ય પ્રદેશના આરોપી અનેશ નાહરું ભુરીયાએ દુષ્કર્મ આચર્યું હતુ અને લગભગ 6 માસ બાદ પીડિતાને દુખાવો ઉપાડતા તેને ગર્ભ હોવાની જાણ થઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે પરિવારે તેની પૂછપરછ કરતા અનેશે તેની સાથે દુષ્કર્મ આચર્યાનું જણાવ્યુ હતુ. આ જાણી તો પરિવારના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી અને તે બાદ તેઓએ કુવાડવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરાવ્યો. પોલિસે મામલાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીની ધરપકડ કરી હતી. સગીરાએ મૃતબાળકને જન્મ પણ આપ્યો હતો.

ત્યારે મૃત બાળક અને આરોપીના ડીએનએ ટેસ્ટ મેચ થતાં રાજકોટની પોક્સો અદાલતે આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે, અને પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ત્યારે આ કેસમાં સગીરાને ત્રણ વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

Shah Jina