માત્ર 6 મહિનામાં સખત એક્સરસાઇઝ અને સ્ટ્રીક્ટ ડાઇટ વિના 2 બાળકોની માતાએ ઘટાડ્યુ 16 કિલો વજન..જાણો વેઇટ લોસ જર્ની

2 બાળકોની માતાએ કર્યુ એવું ગજબનું ટ્રાન્સફોર્મેશન કે તસવીરો જોઇ વિશ્વાસ જ નહિ કરી શકો, રાધિકાની આ સ્ટોરી વાંચીને તમને પણ નવું જાણવા મળશે

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

મોટાપો ના માત્ર સુંદરતાને કમ કરે છે પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આજકાલ જમાનો ફાસ્ટ ફુડનો છે અને યુવાઓથી લઇ મોટેરાઓને પણ બહારનું ફુડ અને સ્પેશિયલ ચીઝ-બટર વાળુ ફુડ વધારે પસંદ હોય છે, ત્યારે આવો ખોરાક જો વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીર માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.

વળી આજકાલ તમને ખબર હશે કે જીમ ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે અને ઘણા લોકો એવા છે જેઓ તેમના શરીરને ફિટ રાખવા માટે જીમ જાય છે અથવા તો ડાઇટ ફોલો કરે છે. તો આજે અમે તમારી સમક્ષ લઇને આવ્યા છે એક એવી મહિલાની વેઇટ લોસ જર્નીની કહાની, જે બે બાળકોની માતા છે અને તેઓ માત્ર 33 વર્ષના જ છે.

તેમણે જીમ ગયા વગર અને સખત એક્સરસાઇઝ કર્યા વગર ખાલી તંદુરસ્ત જીવનશૈલી અનુસરી 16 કિલો વજન માત્ર 6 મહિનામાં જ ઘટાડ્યુ. આ મહિલાનું નામ છે રાધિકા ત્રિવેદી. રાધિકાએ ગુજ્જુરોક્સ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે, ડિસેમ્બર 2022થી તેમણે વેઇટ લોસ જર્ની શરૂ કરી.

કારણ કે વધુ પડતા વજનને કારણે તેમને ઘૂંટણનો દુખાવો, સુસ્તી તેમજ ડિપ્રેશન જેવી કેટલીક શારીરિક સમસ્યાઓ કરવો પડી રહ્યો હતો. રાધિકા ત્રિવેદી કહે છે કે મેં મારા રૂટિન જીવનમાં કેટલાક ફેરફારો કર્યા, દિવસની શરૂઆત હું હુંફાળા પાણીથી કરતી અને પછી 1 કપ ચા તેમજ સ્પ્રાઉટ્સ, લંચમાં સબજી રોટલી, સાંજની ચા, રાત્રિભોજન શક્ય તેટલું સિંપલ.

તે કહે છે કે આજે પણ મારી જીવનશૈલી આવી જ છે, મેં માત્ર તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીને 6 મહિનામાં લગભગ 16 કિલો વજન ઘટાડ્યું છે. મેં જંક ફુડ, મેંદો, બટર, ચીઝ, પેકેજ ફુડ છોડી દીધુ હતુ. વાસ્તવમાં હું સેલિબ્રિટી સેફ છું અને ટેસ્ટી રેસિપી બનાવવામાં માહેર છું, એટલે ડાઇટ ફોલો કરવું અને જંક ફુડને છોડવું એ મારા માટે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મેં તે કર્યું.

રાધિકા ત્રિવેદી કહે છે કે હું ગુજ્જુરોક્સના માધ્યમથી દરેકને કહેવા માગુ છુ કે વજન ઓછુ કરવું એ કોઇ મોટી સમસ્યા નથી. બસ સામાન્ય દિનચર્યાને સ્વસ્થ દિનચર્યામાં બદલી તમે પણ તમારા સપનાને પ્રાપ્ત કરી શકો છો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina