Video: દિલ્લીની વડાપાવ ગર્લને રોવડાવી દીધી.. આવી રીતે બનાવતા હતા વીડિયો અને થઇ ગઈ માથાકૂટ, રસ્તા પર થઇ ગયો પંગો

તમે દિલ્હીમાં વડાપાવ વેચતી છોકરી વિશે તો સાંભળ્યું જ હશે. આ છોકરી વડાપાવ ગર્લના નામથી આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ યુવતીની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. તેના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો વડાપાવ માટે લાઈનમાં ઉભેલા જોવા મળે છે.

જો કે, હાલમાં વડાપાવ ગર્લ એટલે કે ચંદ્રિકા ગેરા દીક્ષિતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઝઘડતી અને ઝપાઝપી કરતી જોવા મળી રહી છે. જ્યારે ચંદ્રિકા અને તેની માતા ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા તે દરમિયાન તેનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો અને આ વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ બંનેને ઘેરી લીધા.

આ પછી શબ્દયુદ્ધ ચાલ્યુ. વીડિયોમાં એક જગ્યાએ વડાપાવ ગર્લ અન્ય મહિલા સાથે ઝપાઝપી કરતી પણ જોવા મળી રહી છે. રસ્તાની વચ્ચે થયેલા આ ડ્રામાનો વીડિયો ઘણા લોકોએ રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ તો આ વિવાદ પાછળનું સમગ્ર કારણ સ્પષ્ટ નથી અને વીડિયો ક્યારનો છે એ પણ જાણી શકાયું નથી. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ લોકો તેને બિગ બોસ વાળો ડ્રામા કહી રહ્યા છે. કેટલાક તો એવું કહે છે કે તેને જાણીજોઈને હંગામો મચાવ્યો.

Previous Article

હદ છે ! ભગવાન રામની તસવીર છપાયેલી પેપર પ્લેટમાં દુકાનદાર વેચી રહ્યો હતો બિરયાની- જુઓ વીડિયો

Next Article

IPL 2024 વચ્ચે હાર્દિક-કૃણાલના ઘરે ગુંજી કિલકારી, બીજી વાર પિતા બન્યો પંડ્યા- બાળકની પહેલી ઝલક આવી સામે

error: Protected Content!