દીકરી સાથે મમ્મીએ ડોગીને પણ પહેરાવી દીધું સ્કૂલ યુનિફોર્મ, ક્યૂટ અંદાજ જોઈને તો યુઝર્સ પણ થઇ ગયા દીવાના.. જુઓ વીડિયો
Dog Dressed In School Uniform : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કઈ ઘટના ક્યારેય વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ઘણા લોકો કંઈક એવું કરે છે જે જોવું પણ લોકોને ખુબ જ પસંદ આવે છે અને કેટલાક ક્રિએટિવ વર્કને લોકો ખુબ જ પ્રેમ પણ આપે છે. આવો જ એક ક્રિએટિવ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મમ્મી પોતાની દીકરીને યુનિફોર્મ પહેરાવીને સ્કૂલે મોકલવાની તૈયારી કરે છે પરંતુ સાથે ડોગીને પણ તૈયાર કરે છે.આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે છોકરી સ્કૂલ ડ્રેસ પહેરીને તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે તેની સાથે તેનો પાલતુ ડોગી પણ બેગ અને પાણીની બોટલ સાથે સ્કૂલ યુનિફોર્મમાં સ્કૂલમાં છોકરીને કંપની આપવા તૈયાર છે. શ્વાનને તેની પીઠ પર સ્કૂલ બેગ લઈને જોઈને તમે પણ હસી પડશો. દીકરીની મમ્મીએ ડોગીને એવી રીતે તૈયાર કર્યું છે કે સૌ કોઈ જોતા જ રહી જાય.
આખા વીડિયોમાં ડોગી એકદમ શાંત દેખાય છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ myforeverdoggo પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. જો કે ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. યૂઝર્સને આ રીતે શ્વાનની જબરદસ્તીથી માવજત કરવાનું પસંદ નથી.ઘણા યુઝર્સે એવી કોમેન્ટ પણ કરી છે કે ઘરમાં શ્વાન સાથે આવું કેમ કરવું પડે છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે શ્વાનને આઈલાઈનરની જરૂર કેમ છે? અન્ય એક યુઝરે લખ્યું છે – લોકોએ કૂતરાઓને માણસો જેવો કેમ બનાવવો પડે છે? આની કોઈ જરૂર નથી. ઘણા યુઝર્સે સ્માઈલી, હાસ્ય અને હાર્ટ ઈમોજીસ સાથે વીડિયો પર પ્રેમનો વરસાદ કર્યો છે.
View this post on Instagram