ટોયલેટમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, જયારે વ્યક્તિએ અંદર જોયું તો હોશ ઉડી ગયા, વાયરલ થયો વીડિયો

અરે બાપ રે.. ટોયલેટના ટબની અંદર જ છુપાઈ હતી એવી વસ્તુ કે વીડિયો જોઈને તમારા હોશ પણ ઉડી જવાના છે, જુઓ

Man Hears Sound From Toilet Seat : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ત્યારે ગામડાઓમાં કે કોઈ અવાવરું જગ્યાએ તમારે રહેતા હોય તો સાપ પણ તમારા ઘરમાં ઘુસી જાય છે. ઘણીવાર સાપ તમારા શૂઝમાં કે કોઈ એવી જગ્યાએ છુપાઈ જતા હોય છે જો ધ્યાન ના રાખવામાં આવે તો ડંખ પણ મારી દે છે અને સાપના ડંખથી ઘણીવાર માણસનું મોત પણ થઇ જાય છે.

ત્યારે હાલ આવું જ કંઇક મહારાષ્ટ્રના એક ઘરમાં બન્યું, જ્યાં એક વ્યક્તિએ ટોઇલેટ સીટમાંથી ડરામણો અવાજ સંભળાયો. જ્યારે તે વ્યક્તિએ ટોયલેટ સીટમાં ડોકિયું કર્યું તો તેની આંખો પહોળી થઈ ગઈ. સાપ પકડનારના જણાવ્યા અનુસાર આ સાપનું નામ ધમણ સાપ છે, જેને ઈન્ડિયન રેટ સ્નેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ સાપને પકડનાર છોકરીની હિંમતની પ્રશંસા કરી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી કે હવે તેને શૌચાલયમાં જતા પણ ડર લાગે છે!

મીડિયા રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિ ટોઇલેટ સીટમાંથી વિચિત્ર અવાજો સાંભળી રહ્યો હતો. અવાજ શોધવા માટે તેણે ટોઇલેટ સીટની અંદર જોયું. ત્યારે ખબર પડી કે આ અજીબોગરીબ અવાજ અટકેલા પાણી કે કચરાનો નહીં પણ સાપનો હતો. આ વ્યક્તિએ તરત જ ‘શીતલ કાસર’ નામના સાપ પકડનારનો સંપર્ક કર્યો.  સાપ પકડવાની નિષ્ણાત શિતલ કાસરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (@sarpmitra_shitalkasar_official) પર શેર કર્યો છે. પોસ્ટમાં તેણે જણાવ્યું કે આ સાપ ઝેરી નથી. તેની લંબાઈ 9 થી 10 ફૂટ જેટલી હોય છે.

તેણે દાવો કર્યો કે તે “ધમણ (ભારતીય ઉંદર સાપ)” છે, જે ઝેરી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ધીમે ધીમે સાપને ટોયલેટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. તે બહાર આવતાની સાથે જ તેની લંબાઈ જોઈને પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવી સ્થિતિમાં, સાપ પકડનાર તેને હાથમાં પકડીને ઘરની બહાર નીકળી ગયો.

Niraj Patel