હાય નજર ના લગે….’કાળો ટીકો’ લગાવી મેટ ગાલા પહોંચી આલિયા ભટ્ટ, વિદેશમાં અજમાવ્યો ભારતીય નુસ્ખો- જુઓ જોરદાર ફોટોસ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આલિયાએ 6 મેના રોજ વિશ્વની લોકપ્રિય ફેશન ઇવેન્ટ મેટ ગાલા 2024માં ભાગ લીધો હતો. આ બીજી વખત હતું જ્યારે આલિયા મેટ ગાલા ઈવેન્ટના રેડ કાર્પેટ પર તેની સુંદરતા બતાવતી જોવા મળી હતી. વર્ષ 2023માં ડેબ્યૂ દરમિયાન તેણે મોતીવાળા ગાઉનમાં એન્ટ્રી કરી હતી, જો કે આ વર્ષે તેનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો.

આલિયાએ સબ્યસાચીની ફ્લોરલ સાડી પહેરી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. માથાથી લઇને પગ સુધી તે કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી. આ વર્ષે ઈવેન્ટની થીમ ‘સ્લીપિંગ બ્યુટીઝઃ રિવોકિંગ ફેશન’ હતી અને ડ્રેસ કોડ ‘ધ ગાર્ડન ઑફ ટાઈમ’. આવી સ્થિતિમાં આલિયાએ ફ્લોરલ અટાયરમાં એન્ટ્રી કરીને બધાને દિવાના બનાવી દીધા હતા. ત્યારે ઇવેન્ટ બાદથી આલિયાની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

જો કે, એક તસવીર એવી છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે અને એ છે કાળો ટીકો. આલિયા ભટ્ટના કાનની પાછળ કાળો ટીકો જોવા મળ્યો હતો, જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે કાળો ટીકા એક પરંપરાગત પ્રથા છે, જેનો હેતુ ખરાબ નજરથી બચાવવાનો છે. આલિયાએ ભારતના પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાંચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરેલ સાડી પહેરી હતી, જેને ફૂલોથી સજાવવામાં આવી હતી અને 23 ફૂટની ટ્રેનથી બનાવવામાં આવી હતી.

તેની સાડીમાં સિલ્ક ફ્લોસ, ગ્લાસ બીડિંગ અને સેમી પ્રીશિયસ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આ સાડી સાથે સબ્યસાચી જ્વેલરી પહેરી હતી. આલિયાની સાડીને બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો હતો અને 163 કારીગરોની ટીમે સાડી બનાવી હતી.આ વખતે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટિકિટની કિંમત પ્રતિ વ્યક્તિ 75,000 યુએસ ડોલર એટલે કે 63 લાખ રૂપિયા હતી.

ત્યાં પૂરા ટેબસની કિંમત અંદાજે 350,000 યુએસ ડોલર એટલે કે 2 કરોડ 92 લાખ રૂપિયા હતી. અહેવાલ મુજબ, કંપનીઓ અને ડિઝાઇન હાઉસ તેમના મહેમાનો માટે ટેબલ ખરીદે છે, પરંતુ ટિકિટ માટે પોતે ચૂકવણી કરવાની હોય છે. એટલે આલિયા ભટ્ટે મેટ ગાલામાં હાજરી આપવા માટે ઓછામાં ઓછા 63 લાખ રૂપિયા ચૂકવ્યા હશે.

જણાવી દઇએ કે, સબ્યસાચીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સાડી બનાવવા માટે કારીગરોએ કેટલી મહેનત કરી છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં ‘જીગરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વેદાંગ રૈના પણ જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મ કરણ જોહર સાથે મળી પ્રોડ્યુસ કરી રહી છે. આ સિવાય આલિયા પાસે બીજા પણ ઘણા પ્રોજેક્ટ છે.

Shah Jina