‘તારક મહેતા’ની આ એક્ટ્રેસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરેન્જ ડ્રેસમાં વિખેર્યો જલવો, ડેબ્યુ કરી લાઇમલાઇટમાં આવી એક્ટ્રેસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક્ટ્રેસ દીપ્તિ સાધવાનીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવ્યો જલવો, ઓરેન્જ ડ્રેસમાં રંગાઇ એક્ટ્રેસ

14 મેથી શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી હસીનાઓના સુંદર લુક જોવા મળી રહ્યા છે, જેમાંથી એક ભારતનો ચહેરો પણ છે. આ ચહેરો છે દીપ્તિ સાધવાનીનો. દીપ્તિ એક ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે, જેણે ઘણા ટીવી શો અને ગીતોમાં કામ કર્યું છે. આ ભારતીય હસીના તેની ફીચર ફિલ્મ ‘ધ સેકન્ડ એક્ટ’ના સ્ક્રિનિંગ માટે કાન્સની ઓપનિંગ સેરેમનીમાં પહોંચી હતી.

રેડ કાર્પેટ પર આ હસીનાએ ઓરેન્જ રંગમાં ભારતની ઝલક દેખાડી. દીપ્તિએ જે ગાઉન પહેર્યુ હતુ તેમા તે મેરીગોલ્ડ ફૂલ જેવી સુંદર અને તાજી દેખાતી હતી. તેનો લુક એવો હતો કે તે કોઈ રાજકુમારી કરતા ઓછી નહોતી લાગી રહી. જણાવી દઇએ કે, દીપ્તિ સાધવાનીનું નામ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલી આ અભિનેત્રી કોમેડી રિયાલિટી શો ‘હાસ્ય સમ્રાટ’ની હોસ્ટ પણ રહી ચૂકી છે. તેણે આ વર્ષે યોજાયેલા 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું. દીપ્તિ સાધવાનીએ ઓરેન્જ ટ્રેલ ગાઉનમાં તેના સિઝલિંગ લુકને કારણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેના ગાઉનની ટ્રેલ રેકોર્ડ બ્રેકિંગ લાંબી છે. કાન્સના રેડ કાર્પેટ પર તે ઓફ-શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં જોવા મળી હતી. આ લુક સાથે અભિનેત્રીએ વિદેશી સ્ટાઈલ આઈકોન્સને પણ ટક્કર આપી. દીપ્તિ સાધવાની ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે,

પરંતુ સિનેમા પ્રત્યેના તેના પ્રેમ અને અભિનય પ્રત્યેના તેના જુસ્સાએ તેને અભિનયની દુનિયામાં ખેંચી હતી. તે બાદશાહના મ્યુઝિક વીડિયો ‘હરયાણા રોડવે’માં પણ જોવા મળી છે. બાદશાહ ઉપરાંત, દીપ્તિ સાધવાની અન્ય ઘણા મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે સૌંદર્ય સ્પર્ધા ‘મિસ ઈન્ડિયા’માં પણ ભાગ લીધો હતો.

ગયા વર્ષે દીપ્તિ સાધવાનીએ તેની આગામી ફિલ્મ ‘નઝર હટી દુર્ઘટના ઘટી’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. જો કે, આ ફિલ્મની રિલીઝ વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ સિવાય દીપ્તિ ફિલ્મ ‘રોક બેન્ડ પાર્ટી’માં લીડ રોલ કરતી જોવા મળશે.

Shah Jina