“ક્યારેય IPLમાં કેપ્ટનશીપ કરી છે ?” ગંભીરનો પારો આસમાને, આ 2 દિગ્ગજોને સૌથી ખરાબ કેપ્ટન તરીકે ગણાવ્યા

હાર્દિક પંડ્યાને ટ્રોલ કરનારાઓની ગૌતમ ગંભીરે કાઢી ઝાટકણી, પોતાની પોસ્ટમાં લીધો AB ડિવિલિયર્સ અને કેવિન પીટરસનનો ઉધડો, જુઓ

Gautam Gambhir Supported Hardik Pandya : IPLની 17મી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે કંઈ ખાસ ના રહી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં MIને નવ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ. હવે ટીમના નવા કેપ્ટનને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે હવે ગૌતમ ગંભીર તેના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે RCBના બે વિદેશી દિગ્ગજ ખેલાડીઓ પર પ્રહાર કર્યા છે.

RCBના ભૂતપૂર્વ ખેલાડીઓ એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસને મુંબઈની આ સ્થિતિ માટે હાર્દિક પંડ્યાને જવાબદાર ગણાવ્યો હતો. આ બંનેએ સ્ટાર ઓલરાઉન્ડરની નેતૃત્વ કૌશલ્ય પર સવાલો ઉઠાવ્યા હતા, જેના પર હવે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટરે વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું, “જ્યારે તેઓ (એબી ડી વિલિયર્સ અને કેવિન પીટરસન) કેપ્ટન હતા ત્યારે તેમનું પોતાનું પ્રદર્શન કેવું હતું? મને નથી લાગતું કે તે કેવિન પીટરસન હોય કે એબી ડી વિલિયર્સ, તેઓએ તેમની કારકિર્દીમાં નેતૃત્વના ગુણો દર્શાવ્યા હોત.

તેને આગળ કહ્યું કે “કંઈ નહિ. જો તમે તેના રેકોર્ડ્સ પર નજર નાખો તો મને નથી લાગતું કે એબી ડી વિલિયર્સે તેના સ્કોર સિવાય કંઈપણ હાંસલ કર્યું છે જુઓ “હાર્દિક પંડ્યા હજુ પણ IPL વિજેતા કેપ્ટન છે. તેથી તમારે નારંગીની સરખામણી નારંગી સાથે જ કરવી જોઈએ.” હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ગૌતમ ગંભીરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. “તે ખોટો નથી. હું એક ભયાનક કેપ્ટન હતો,”

તેણેસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું. પીટરસનના કેપ્ટનશિપના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે આઈપીએલમાં બે ટીમોનું નેતૃત્વ કર્યું હતું. જેમાં RCB અને દિલ્હી ડેરડેવિલ્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન પણ હતો. જોકે આઈપીએલમાં કેપ્ટન તરીકે તે કંઈ ખાસ બતાવી શક્યો નહોતો. 2009 માં, તેના નેતૃત્વ હેઠળ, બેંગલુરુએ છ મેચ રમી જેમાં ટીમ ફક્ત બે જ જીતી શકી. તે જ સમયે, 2014 માં દિલ્હી સૌથી નીચે હતું.

Aanchal
error: Unable To Copy Protected Content!