ગુસ્સામાં હૂડ ફેલાવી ઊભો થયો કોબરા, વ્યક્તિએ બેવકૂફ બનાવી થેલામાં નાખી દીધો, સાપ પકડવાનો ‘પાઇપ જુગાડ’ વાયરલ
માણસો માટે સાપ ખૂબ જ ડરામણા હોય છે. એકવાર જો તેઓ સાપને જોઇ લે તો કાં તો તેમને મારી નાખે છે અથવા તો પોતાને બચાવવા માટે પકડી લે છે. સાપ પકડવાની ઘણી રીતો છે અને અવાર નવાર તેને લગતા વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાપને પકડવાની એકદમ અનોખી રીત બતાવવામાં આવી છે.
આ વીડિયો રણનો છે, જ્યાં એક કોબ્રા સાપ બહાર આવ્યો છે અને એક વ્યક્તિ તેને પકડી રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે વ્યક્તિએ પીવીસી પાઇપ વડે થેલો પકડી રાખ્યો છે. તે પીવીસી પાઇપ વાળો થેલો લઇ કોબ્રાની નજીક જઇ રહ્યો છે અને આ પછી સાપ તેની અંદર ઘુસી જાય છે. સાપ કદાચ સમજી શકતો નથી કે તે કોઈ પાઇપ કે છિદ્રમાં નથી પ્રવેશી રહ્યો પરંતુ તેને મૂર્ખ બનાવી પકડવામાં આવી રહ્યો છે.
આ વીડિયો X હેન્ડલ @gunsnrosesgirl3 નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 40 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઘણા યુઝર્સ કહે છે કે સાપને પકડનાર વ્યક્તિ ખરેખર સ્માર્ટ છે. તો ઘણા યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે તેણે ગજબ દિમાગ વાપર્યુ.
What do you think of this?
pic.twitter.com/WCEspYaKmd— Science girl (@gunsnrosesgirl3) May 2, 2024