મુંબઈ સામેની મેચમાં કોલકાત્તાના આ ખેલાડીને લાગ્યો મોટો ફટકો, BCCIએ આ એક ભૂલ માટે ફટકાર્યો આટલો મોટો દંડ, જુઓ

કોલકાત્તાના આ ખેલાડીએ MI સામેની મેચમાં કરી નાખી એવી ભૂલ કે હવે BCCIએ ફટકાર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Ramandeep Singh Has Been Fined : નવા મેન્ટોર ગૌતમ ગંભીરની યોજના હેઠળ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રમી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. KKR આ સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. શનિવારે રમાયેલી મેચમાં ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 રનથી જીત મેળવી હતી. મેચ પછી, જ્યારે ટીમને ઉજવણી કરવાનો મોકો મળ્યો, ત્યારે BCCIએ એક ખેલાડીને દંડ ફટકાર્યો.

શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચ દરમિયાન આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર રમનદીપ સિંહને તેની મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મેચ દરમિયાન છેલ્લી બેટિંગ કરવા આવેલા રમનદીપે 212ના સ્ટ્રાઈક રેટ સાથે 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારીને 17 રન બનાવ્યા હતા.

27 વર્ષીય ખેલાડીએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ વનનો ગુનો કર્યો હતો. તેણે પોતાનો ગુનો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી છે. આચાર સંહિતાના લેવલ 1 ભંગ અંગે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં KKRએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. રમણદીપે આ મેચમાં આઠ બોલમાં 17 રન બનાવ્યા હતા.

અત્યારે કોલકાતાની ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ પછી રાજસ્થાન રોયલ્સ ટીમ છે જેણે 16 પોઈન્ટ કર્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ત્રીજા સ્થાને છે. આ ટીમના 14 પોઈન્ટ છે. આ પછી હૈદરાબાદની ટીમ છે તેના પણ 14 પોઇન્ટ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 12 પોઈન્ટ સાથે 5મા નંબર પર છે.  મુંબઈ અને પંજાબની ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Niraj Patel