શું કહે છે IPLનું ગણિત ? કઈ કઈ ટીમો આવી શકે છે પ્લે ઓફમાં ? જો આ રીતે થયું તો RCBનું આવવું પાક્કું છે.. જુઓ શું છે સિનારિયો
IPL 2024 Playoffs Scenario : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) માં રવિવારે 12 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. આ મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઈ છે. આનો સંપૂર્ણ શ્રેય બેંગલુરુને જાય છે, જેણે સતત 5 મેચ જીતીને આશા જીવંત રાખી છે. હવે એલિમિનેટર લીગ તબક્કામાં જ જોવા મળી શકે છે. બેંગલુરુની જીતથી દિલ્હી તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ટેન્શન વધી ગયું છે. સાથે જ ગઈકાલે ગુજરાત અને કોલકાત્તા વચ્ચે મેચ વરસાદના કારણે રદ્દ થઇ જેના કારણે ગુજરાત પણ પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગયું.
મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ પ્લે ઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઇ ચુક્યા છે, જેના બાદ હવે ગુજરાત પણ પ્લે ઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની ગઈ છે. કોલકાતા પાસે હવે 13 મેચમાં 9 જીત, 3 હાર અને એક અનિર્ણિત મેચ સાથે 19 પોઈન્ટ છે. ટીમ ટોપ પર છે અને ટોપ-2માં તેનું રહેવાનું નિશ્ચિત છે. કારણ કે રાજસ્થાન સિવાય કોઈપણ ટીમ 18 પોઈન્ટથી વધુ સ્કોર કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં. તેથી KKR હવે અમદાવાદમાં જ 21મી મેના રોજ ક્વોલિફાયર-1 રમશે.
17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની મેચ દિલ્હીમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. દિલ્હીના 13 મેચમાં 6 જીત અને 7 હારથી 12 પોઈન્ટ છે. લખનૌને હરાવીને, ટીમ 14 પોઈન્ટ મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની આશા જીવંત રાખશે. ટીમ પણ છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને જશે. જો દિલ્હી હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. લખનૌ સુપરજાયન્ટ્સ પાસે 12 મેચમાં 6 જીત અને 6 હારથી 12 પોઈન્ટ છે. દિલ્હીને હરાવીને ટીમ 14 પોઈન્ટ સાથે 7માથી 5મા સ્થાને પહોંચી જશે. ટીમને ચોથા સ્થાને પહોંચવા માટે 100થી વધુ રનના માર્જિનથી જીતવાની જરૂર છે. જો ટીમ હારી જશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘટી જશે.
વાત કરીએ સનરાઇઝર્સ હૈદરાબાદની તો હૈદરાબાદને હજુ 2 મેચ રમવાની બાકી છે, ટીમના 14 પોઇન્ટ છે, જો તે આ બંને મેચ જીતી જાય છે તો હૈદરાબાદના 18 પોઇન્ટ થઇ જશે જો એક જીતશે તો 16 પોઇન્ટ થઇ જશે અને તેની પ્લેઓફમાં જગ્યા નક્કી છે. હવે RCB જો પોતાની આગામી મેચ સારા માર્જિન સાથે જીતે છે અને હૈદરાબાદ અને દિલ્હી પોતાની 1 મેચ હારે છે અને લખનૌ પણ પોતાની એક મેચ હારે છે તો RCB પણ પ્લે ઓફમાં પહોંચી શકે છે.
