IPL 2024માં વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, મળશે આટલા કરોડ, ઓરેન્જ અને પર્પલ કેપ હોલ્ડરને પણ મળશે લાખો રૂપિયા, જુઓ
IPL 2024 Prize Money : IPL 2024ની પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. જો ઈનામની રકમની વાત કરીએ તો જે ટીમ ટાઈટલ જીતશે તેને કરોડો રૂપિયા મળશે. આ સાથે હારનાર ટીમોને પણ સારી રકમ મળશે.

સ્પોર્ટસ્ટારના એક સમાચાર અનુસાર, જે ટીમ ફાઈનલ મેચ જીતશે તેને 20 કરોડ રૂપિયા મળશે. પ્રથમ સિઝનની સરખામણીમાં ઈનામની રકમ અનેક ગણી વધી ગઈ છે. ફાઇનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. તેને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. કુલ ઈનામની રકમ પર નજર કરીએ તો તે લગભગ 46.5 કરોડ રૂપિયા હશે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે. ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીઓને પણ મોટી રકમ મળશે.

ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીને 15 લાખ રૂપિયા મળશે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ઓરેન્જ કેપ જીતે છે. પર્પલ કેપ માટે 15 લાખ રૂપિયાની રકમ પણ નક્કી કરવામાં આવી છે. ત્યારે IPLમાં આ વર્ષે પણ વિજેતા ટીમ પર રૂપિયાનો વરસાદ થવાનો છે.