RCB સામે હાર બાદ DCના નવા કપ્તાન અક્ષર પટેલે જણાવ્યું ક્યાં થઇ હતી ભૂલ અને હાર માટે કોણ હતું જવાબદાર.. જુઓ

દિલ્હીના નવા કપ્તાન અક્ષર પટેલ RCB સામેની હાર બાદ ભરાયો ગુસ્સે, હાર માટે ગણાવ્યા આ કારણોને જવાબદાર, જુઓ

Axar Patel Statement Dropped Catch : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2024માં RCBની આ સતત પાંચમી જીત છે. તેની ટીમે ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરી છે. દિલ્હી કેપિટલ્સ ટીમે આ મેચમાં પ્રથમ દાવમાં ફિલ્ડિંગ દરમિયાન ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેની ટીમને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો અને RCBના બેટ્સમેનોએ આ ભૂલોનો ફાયદો ઉઠાવ્યો હતો અને આ મેચમાં ખૂબ જ સારો સ્કોર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ઋષભ પંત પર એક મેચના પ્રતિબંધને કારણે દિલ્હી કેપિટલ્સ ટીમે અક્ષર પટેલને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો. આ મેચમાં હારને કારણે અક્ષર ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. અક્ષર પટેલે હાર બાદ ટીમની ફિલ્ડિંગ વિશે પણ વાત કરી અને આ મેચમાં તેની ટીમે છોડેલા કેચ વિશે પણ જણાવ્યું. જેના કારણે તેઓને નુકશાન થયું હતું. અક્ષર પટેલે મેચ બાદ કહ્યું હતું કે છોડવામાં આવેલા કેચથી અમને નુકસાન થયું છે.

આરસીબીને 150 રનના સ્કોર સુધી રોકી શકાયું હોત. આ પછી, ટીમની નબળી બેટિંગ વિશે વાત કરતા અક્ષરે કહ્યું કે જ્યારે તમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવો છો, ત્યારે તમે હંમેશા રમતનો પીછો કરો છો. 160-170 સમાન સ્કોર હોત. પીચ અંગે પટેલે જણાવ્યું હતું કે પીચ બે-પેસવાળી હતી. કેટલાક બોલ લપસી રહ્યા હતા, જ્યારે કેટલાક તેમને પકડીને બેટ પર આવી રહ્યા હતા. આ મેચમાં દિલ્હીના બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા. તેના પર અક્ષર પટેલે કહ્યું કે જ્યારે તમારા મુખ્ય ખેલાડીઓ રન આઉટ થાય છે અને તમે પાવરપ્લેમાં ચાર ગુમાવો છો ત્યારે તમે રમતમાં ઘણા પાછળ છો. કંઈપણ થઈ શકે છે, પરંતુ મેં આટલું આગળ વિચાર્યું નથી.

બંને ટીમો વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો આ મેચમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં આરસીબીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. આરસીબીના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ સ્કોર ઓછો લાગતો હતો, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરોએ હાર ન માની અને એક પછી એક શાનદાર સ્પેલ સાથે દિલ્હી કેપિટલ્સને 19.1 ઓવરમાં 140ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું.

Aanchal
error: Unable To Copy Protected Content!