KKR સામે MIની હાર બાદ ગુસ્સે ભરાયો આ ભૂતપૂર્વ ભારતીય ઓપનર, રોહિત શર્મા અને સૂર્યાને લગાવી લતાડ.. જુઓ શું કહ્યું ?

રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવને લઈને સહેવાગે કહ્યું, “તમે મોટા ખેલાડી ભલે હોય, તમે બોલરનું સન્માન ના કરી શકો તો…”, જુઓ

Sehwag statement on Rohit and Surya : કોલકાતા નાઈટ રાઈડર્સે શનિવારે વરસાદથી પ્રભાવિત આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા KKRએ સાત વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન માત્ર 139 રન બનાવી શકી હતી. રોહિત શર્માએ ખરાબ શોટ રમવાને કારણે પોતાની વિકેટ આપી દીધી હતી. વીરેન્દ્ર સેહવાગ રોહિત શર્માના શોટ સિલેક્શનથી ખુશ નથી. સેહવાગે કહ્યું છે કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મહાન ખેલાડી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે સારા બોલ પર પણ મોટા શોટ મારવાનો પ્રયાસ કરો.

વીરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર વાત કરતા કહ્યું, “જે સારી બોલિંગ કરી રહ્યો છે તેણે સારું રમવું જોઈએ. જો બે વિકેટ વહેલી ન પડી હોત તો રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ એક ઓવર પહેલા મેચ ખતમ કરી શક્યા હોત. વૈભવ અરોરા, મિશેલ સ્ટાર્ક, આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાએ કોઈપણ સ્થિતિમાં બોલિંગ કરવી પડી હોત. જો મુંબઈની ટીમે સ્પિનરોને સારી રીતે રમ્યા હોત અને વિકેટો ન ગુમાવી હોત તો તેઓ ચોક્કસપણે મેચ જીતી શક્યા હોત.

સેહવાગે આગળ કહ્યું, “તમે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ બની શકો છો પરંતુ જો તમે બોલરોનું સન્માન ન કરી શકો તો તમારે બોલનું સન્માન કરવું જોઈએ. જે બોલ પર રોહિત શર્મા આઉટ થયો તે ખરાબ બોલ નહોતો. તેમાં કોઈ શંકા નથી કે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ મહાન ખેલાડી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે સારા બોલ પર પણ મોટા શોટ મારવાનો પ્રયાસ કરો.”

Niraj Patel