હિન્દૂ પરિવાર પાકિસ્તાનમાં ચલાવે છે ફૂડની રેંકડી, કવિતા દીદીના વડાપાઉં ખાઈને પાકિસ્તાનીઓ પણ થઇ ગયા ફિદા, જુઓ વીડિયો
Hindu girl sells vadapaun in Pakistan : આજકાલ સોશિયલ મીડિયામાં દિલ્હીની વડાપાઉં ગર્લ ખુબ જ ફેમસ થઇ રહી છે.તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે, પરંતુ હાલ આ દિલ્હીની નહિ એક પાકિસ્તાનની વડાપાઉં ગર્લનો વીડિયો ધૂમ મચાવે છે. એક પાકિસ્તાની ફૂડ વ્લોગરે હિન્દુ પરિવારના ફૂડ સ્ટોલની સમીક્ષા કરી છે. તેણે એક વીડિયો દ્વારા પોતાનો અનુભવ શેર કર્યો છે. આ હિન્દુ પરિવાર પાકિસ્તાનના કરાચીમાં ફૂડ સ્ટોલ લગાવે છે. જેનું નામ છે ‘કવિતા દીદીનું ભારતીય ભોજન’. તેને કવિતા નામની મહિલા તેના પરિવારના અન્ય સભ્યો સાથે ચલાવે છે.
આ લારી કરાચીમાં કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશન પાસે સ્થિત છે. કરમત ખાન નામના ફૂડ વ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કવિતાના સ્ટોલની મુલાકાત લેવાના તેમના અનુભવ વિશે જણાવ્યું હતું. હિંદુ પરિવાર અહીં શાકાહારી અને માંસાહારી ખોરાક વેચે છે. તેમના સ્ટોલને પાકિસ્તાનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. અહીં હિંદુ અને મુસલમાન એકસાથે ભોજન કરે છે. આ ફૂડ સ્ટોલની સૌથી વધુ ગમતી વાનગીઓ પાવ ભાજી, વડાપાવ અને દાળ સમોસા છે.
વીડિયોમાં કરાચીના ઘણા લોકો કરામતને કહેતા જોવા મળે છે કે કવિતા દ્વારા વેચવામાં આવતો દરેક ખોરાક સ્વાદિષ્ટ હોય છે. વીડિયોમાં કવિતા કહે છે, ‘વડા પાવ મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. હવે કરાચીના લોકો પણ તેને પસંદ કરવા લાગ્યા છે. જ્યારે કરમત પહેલીવાર વડાપાવ ખાય છે અને તેના સ્વાદના વખાણ કરે છે. તે કહે છે કે કરાચીમાં ભોજન પ્રેમીઓ હિંદુ પરિવારો દ્વારા વેચાતી આ વાનગીઓનો આનંદ માણે છે અને લોકો તેમને પ્રેમથી ‘કવિતા દીદી’ કહે છે.
કરમતે વિડિયો શેર કર્યા પછી, ‘કવિતા દીદી’ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ. વડાપાવ અને પાવ ભાજી જેવી પાકિસ્તાની વાનગીઓના વખાણ સાંભળીને ભારતીય યુઝર્સે ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ભારત તરફથી ઘણો પ્રેમ અને સન્માન.’ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ફૂડ સ્ટોલના સ્થાન વિશે ટિપ્પણી કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે. તે ટૂંક સમયમાં અહીં આવવાની વાત કરી રહ્યા છે.
View this post on Instagram